________________
અને ઉત્થાન
૩૧૫ નાં પગલિક સુખની યા કીતિ–વાહવાહની આશંસાઅપેક્ષા રાખવામાં ધર્મસાધનાનું મુખ્ય ઉચ્ચ ફળ જે શુભ ભાવની કમાઈ તથા ભાવ-વિશુદ્ધિ, તે ગુમાવવાનું થાય, અને ઉપરથી જડને અશુભ ભાવ વધારે દઢ કરવાનું. થાય! પછી આગળ આત્મોન્નતિ ક્યાંથી થાય ? ભવના ફેરા ઘટે કે વધે? મોક્ષ માટે અનિવાર્ય અતિ જરૂરી જે શુભ ભાવ, તે પાળવાનું કેટલું બધું દૂર ફેંકાઈ જાય? માટે થોડી ય આશંસા નહિ કરવાની. ત્યારે. નિયાણું તે વળી એથી ય ચઢે, અને માયાશલ્યમાં તે પૂછવું જ શું ? સાધ્વીને ભારે તપ-સંયમના પુરુષાર્થ પણ ફેક થઈ લાખ ભવનાં નીપજેલાં ભ્રમણ દ્વારા કેવી. ભયંકરતા થઈ ? એ શું સૂચવી રહેલ છે ?
પ્રભુ કહે છે, “હે ગૌતમ! એ મહષિ મુનિદીક્ષાથી માંડીને લેશ પણ દેષ પ્રગટ યા ગુપ્ત સેવાયાની ગુરુ આગળ યથાસ્થિત આલેચના–નિંદા-ગહ કરતા, એના કડક પણ પ્રાયશ્ચિત્તને વહન કરતા ! અને પાછા નિરતિચાર સાધના કરવામાં રાતદિવસ ખડે પગે રહેતા ! સર્વ પ્રકારના પ્રમાદના આલંબનથી દૂર રહેતા.
પ્રમાદના આલંબન ક્યાં કયાં ? –
રુકમીના ભવે ભૂલ્યા, હવે શાના ભૂલે? પૂર્વે ભૂલા. પડ્યા તે પતન પામ્યા; હવે સાવધાન છે તે ઉત્થાન થઈ રહ્યું છે. સાવધાની એવી કે સર્વ પ્રમાદાલંબનથી. રહિત !