________________
૩૦૮
રૂફમી રાજાનુ પતન અને માનાદિ-કષાયનિગ્રહ માટે જોરદાર પુરુષાર્થ કર્યો જવાનું બને. સુંવાળા સફેદ Wડા-કામળીએ અને સંસારી જેવા નિરંતર રસભર્યા આહાર, જરા જરામાં માનકષાયનું સેવન અને પરીસહ-ત્યાગ તથા આરામી એ તે ચારિત્ર સાધનાને કૂચા જેવી બનાવે છે. ચવત મુનિની કઠોર સાધનાઓ :
રુકમી સાધવીના ચકવત મુનિએ ચરિત્ર લીધા પછી વૈરાગ્ય વધુ તેજસ્વી કરી કઠેર કષ્ટમય સાધનાએ ઉપાડી ! (૧) સુકમળ કાયાએ પણ ઘર પરીસહેને આવકાર્યા! (૨) પૂર્વના મહારસભર્યા ભજન ભૂલી સુક્કા લુખા નીરસ આહાર સેવવાનું રાખ્યું ! (૩) મોટી ઉંમરે મહાપ્રખર પરિશ્રમ શાસ્ત્રસ્વાધ્યાયનો કરવાનો રાખે : (૪) મન-વચન-કાયાની ગુપ્તિ માટે અથાગ જાગૃતિ સેવ્યે રાખી! (૫) સાથીઓ સાથે પણ કંઈ છૂટછાટ નહિ ! પછી ભક્તાણ શ્રાવિકાઓ સાથેના પરિચયની તે વાતે ય શી? ગચ્છપતિ થઈને સ્ત્રી પરિચય કરવા એ જાતને તે અધે - ગતિમાં ઉતારવાનું થાય જ, કિન્તુ અન્ય મુનિઓને પણ અધઃપતન કરાવવાનું બને, અને શાસનને ચાળણીએ ચળાવવાનું થાય.
શું આચાર્યું કે શું મુનિ, પણ સાધુ અને બેનેને સંપર્ક એ બેહંદુ છે!
સદાચારી ગૃહસ્થ કરતાં પણ નીચે પાટલે બેસવા જેવું છે ! શા આલોચના-વિધિમાં એકલા આચાર્ય પાસે