________________
૩૧૦
ફમી રાજાનું પતન અને આચાર્યોએ પણ સાધ્વી અને સ્ત્રીઓ સંબંધમાં કેટકેટલી કડકમાં કડક જિનાજ્ઞા વિહિત મર્યાદાઓનાં પાલન કર્યા છે ! એ તે મહાસારિક, રસત્યાગી, અને વિશાળ જનેપકાર કરનારા હતા ! છતાં સ્વાત્માની ચિંતા-જાગૃતિ -રક્ષામાં એને જિનક્તિ મર્યાદાના પાલનમાં પ્રતિપળ કટીબદ્ધ હતા, માટે જ એ સાધ્વી અને ગૃહસ્થ બાઈઓથી તદ્દન અલિપ્ત-અપરિચિત રહેતા ! તે પછી આજના અલપસત્વ, રસસેવન અને પરચિંતા-વ્યગ્રતાવાળા કાળમાં તે નિર્મળ બ્રહ્મચર્ય પાળવા માટે પૂર્વ કરતાં પણ કેટલી બધી વિશેષ કડક મર્યાદાઓનાં પાલન જોઈએ? પૂર્વ મહર્ષિઓનું એ કડક મર્યાદાપાલનનું પ્રતિબિંબ આજે પણ ગુરુમહારાજ મેટા આચાર્ય ભગવંત શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજમાં જોવા મળે છે ને ? તે આપણું માટે એ જરૂરી કેટલું?
ચક્રવતી મુનિને શે ભય ? પ્ર-એમ પૂછે કે –
ચકવત મુનિએ ચકવતી પણામાં કેવાં રૂપ–લાવણ્યકાનિતથી ભરેલી ૬૪૦૦૦ સ્રાએ જોયેલી? એની અપેક્ષાએ અહીં મુનિપણમાં તે વળી કઈ અધિક કે સમાન સુંદર સાધીઓ મળવાની હતી કે એને પરિચય થાય તે મન લેભાઈ જાય ? ચકવત મુનિ તે તરત હિસાબ માંડી શકે કે “આ તે શું રૂપ છે? એથી કંઈગુણ રૂપ મેં જોઈ નાખ્યા છે, એટલે આના પરિરાયમાં મન કયું લેભાઈ જવાનું હતું ?
ઉ૦-પણ ના, સાધુમર્યાદા શી ?