________________
૨૭૮
ફમી રાજાનું પતન તીવ્ર ઈચ્છા તે રાખવી જ જોઈએ. તે જ, ભવિષ્યમાં તે પછી, પણ અહીં અત્યારે જ ધર્મ સાધવાના ફળ રૂપે એમાંનું અંશે અંશે ય નિપજાવવાની તમન્ના રહે અને ચાહીને નિપજાવાય.
અંતે વીતરાગ થવું છે, મેક્ષ એ જ વીતરાગતામય જોઈએ છે, અને અહીં બેડા પણ રાગાદિ વિકારો ઓછાં નથી કરવા, એ મોક્ષની ઈચ્છા કેવી પિકળ !
અંતે સર્વકર્મ ક્ષય જોઈએ છે, ને અહીં શેડો પણ કર્મક્ષય થાય એ માટે ધર્મકષ્ટી નથી કરવી, એ સર્વ કર્મક્ષયની ઈચ્છા કેવી મુડદાલ !
શાસ્ત્ર તે કહે છે કે પરભવ માટે બે ધિલાભ યાને જિન ધર્મની પ્રાપ્તિ માગે છે કે અહીં મળેલ જિનધર્મરૂપ બેધિને સક્રિય સાધવા દ્વારા સફળ કરતા નથી, તે તને કયા મૂલ્ય પર પરભવે બેધિને માલ મળશે ? તને માગવાને અધિકાર છે છે? અધિકારી તે અહીં જ પ્રાપ્ત જિન ધર્મને જીવનમાં યથાશક્તિ ઉતારનાર છે.
વિશુદ્ધ દિલે કરાતી યથાશક્તિ ધર્મની સાધના એ ભવાંતરે ધર્મ પ્રાપ્ત કરવાનું નાણું છે. અહીં ઉંમર વહી ગઈ, ચારિત્ર પાળવાની સ્થિતિ રહી નથી, પણ ભવાંતરે ચારિત્ર જરૂર મળે એવી ઈચ્છા છે, તે એનાં કઈ લક્ષણ તે અહીં જાઈશે ને ?
ભવાંતરે ચારિત્રના લક્ષણ – (૧) કદાચ જાતે ચારિત્ર અશક્ય છે, પણ કુટુંબને