________________
૨૮૮
રમી રાજાનું પતન વડિલપણું આજ્ઞાકારકપણું અને પિતાનું આજ્ઞાધીનપણું, આશ્રિતપણું માથે ધરવાનું. એમાં પછી પૂછવાપણું તે આવી જ જાય. તે જ અદબ જાળવી કહેવાય. આટલું ન સમજી શકે, એ વધુ સંસ્કારી છે? કે સમજી શકે એ વધુ સંસ્કારી ?
આજની ઉધી સાક્ષરતા-2
મહાવીર પ્રભુનાં શાસન વખતની પ્રજા પરિગ્રહત્યાગમાં બ્રહ્મચર્ય સમજી શકતી નથી, એને પૂર્વે સમજી શકનારી પ્રજા કરતાં વધુ સંસ્કારી શાની કહેવાય? પણ આધુનિક સાક્ષર બિચારા કેઈ જે સ્વાત્મકલ્યાણના ઉદ્દેશથી નહિ, કિંતુ લેકમાં સારા વિદ્વાન તરીકેની
ખ્યાતિની આકાંક્ષાથી એટલે કે માનાકાંક્ષાથી શાસ્ત્રો વાંચે –ભણે છે, એ આધુનિક જમાનાના હવામાં ફસાઈ એમ સિદ્ધ કરવા મથે છે કે “પૂર્વને કાળ અ૫ બુદ્ધિ–વિકાસ અને અ૫ સંસ્કારિતાને હતે. તે ક્રમશઃ એમાં પ્રગતિ થતી આવી, એથી પૂર્વે કરતા આજના કાળે વધુ બુદ્ધિવિકાસ અને વધુ સંસ્કારિતા પ્રગટી છે. કેટલી અજ્ઞાન દશા ! કેટલી મૂઢતા! કે મતિવિપર્યાસ ! પરંતુ માતાકાંક્ષાના દિલથી સમ્યફ શાનું વ વાંચન કરાય, તે ય તે માનાકાંક્ષાને વધુ પુષ્ટ કરે એમાં નવાઈ નથી. આજને જમાને આ માનવાને ચાલી પડ્યો છે કે “પૂર્વ કરતાં બુદ્ધિ-વિકાસ અને સંસ્કારિતા વધતી આવી છે !' ડારવીનની થિયરીના આ પૂજારીઓની વચમાં માન મેળવવું