________________
અને ઉત્થાન
૨૯૭
ચક્રવતની સમૃદ્ધિ - ચકવર્તીએ એવા કઈ અવસરે સંસારથી ઉદ્વિગ્ન બની મેટી ચક્રવત પર્ણની ઠકુરાઈ મૂકી ! હવે રુકમીના જીવને ઉત્થાન-પુરુષાર્થ શરૂ થઈ ગયો છે, એટલે દુન્યવી ગમે તેવી પ્રભક સામગ્રી પણ મૂકતાં શી વાર? જેને આત્માની જ લગની લાગી, સ્વનીજ જે લગન લાગી, એને તદ્દન પર એવા જડની શી પરવા? એ ત્યજી દેતાં શે હૃદયને આંચકે ? ચક્રવર્તીએ ચૌદ રત્ન મૂક્યા !
આ ચૌદ રત્ન એટલે સ્ત્રીરત્ન, દંડરત્ન, વગેરે શ્રેષ્ઠ કોટિની વસ્તુઓ. એમાં જડ, ચેતન બંને હેય. સ્ત્રીરત્નનું રૂપ, લાવણ્ય, યુવાની, સુકોમળતાદિ જગતભરની સ્ત્રીઓમાં રૂપાદિ કરતાં કંઈગુણ શ્રેષ્ઠ ! દંડરત્ન એટલે દા. ત. જજને સુધીની ખાઈ એ પળવારમાં ખેદી નાખે ! ચકરત્ન એટલે ગમે તેવા દુશ્મનનું પળવારમાં માથું છેદી નાખે ! ચર્મરતન એટલે દા. ત. મૂશળધાર વરસાદ વખતે જે એ પાથરી મૂક્યું તે બાર જજનની જમીન ઢાંકી દે! અને એના પર ચક્રીની આખી સેના અને પરિવાર બેસી જાય! એના પર છત્રરત્નથી એવું ઢાંકણું થઈ જાય કે પછી ઉપરથી કે નીચેથી એક બિંદુએ ભીંજાવાની વાત નહિ! સેનાપતિરત્ન એવું કે ભલભલા દુશ્મન રાજાને મહાત કરી આવે! આવા ચૌદ રત્ન ! ઉપરાંત નવ નિધિ અને છ ખંડ એટલે ૩૨૦૦૦ દેશ અને ૬ ક્રોડ ગામ પર સમ્રાટ રાજેસરીપણું ! આ જ પ્રમાણે અતિ વિશાળ