________________
૩૦૫
અને ઉત્થાન જાય એ વાત તે ત્રણે કાળમાં બનવા જોગ જ નથી. નહિ તર તે અનંતાનંત કાળ વહી ગયે એટલામાં સંસારના સર્વ જીવે ભવ પાર કરી મુક્ત થઈ ગયા હેત ! જ્યારે ને ત્યારે એ પાપે મૂક્ય જ છૂટકે છે. હવે એ મૂકીને ધર્મસાધના કરતાં છતાં પણ ભવમાં ભટકાવે એવા પાપશલ્યને તુચ્છ માન ખાતર મચક નહિ આપવી જોઈએ.
સાધના કરીએ તે શા માટે? તુચ્છ માન પામીએ એ માટે ધર્મ સાધના? તુચ્છ માન કેટલે કાળ ટકવાનું ? આત્માને જે ઊંચે લાવવા સારુ સાધનામાં જોડાઈએ છીએ, માનવભવની અમૂલ્ય શક્તિ અને સંયમ-સામગ્રી ખરચીએ છીએ, તે સમજી જ રાખવાનું કે
સાધનાનાં ઊંચા મીઠાં ફળ તુચ્છ માન વગેરે કષાએને પગભર રાખીને નહિ મળે; એમ ઊંચા નહિ અવાય. એ તે કષાયોને દાબી-કચરીને જ ઊંચા અવાય, ઊંચા ફળ મળે.
બાહુબળજીને ઘણું ય કેવળજ્ઞાન જોઈતું હતું પરંતુ કેવળજ્ઞાને નાના ભાઈ મુનિઓને વંદના કેમ કરૂં એ વાતમાં અટકી રહ્યા ત્યાં સુધી ભલે ૧૨-૧૨ મહિના સુધી એક જ સ્થાને કા ઉસ્સગ્ગ ધ્યાને ઊભા રહ્યા, ન આહાર ! ન પાણી ! ન સુવાનું કે ન બેસવાનું ! ન વાત કે ન ચીત ! ઘેર પરીષહ વેશ્યા! છતાં કેવળજ્ઞાન ન મળ્યું. એ તે જ્યારે માન મૂકી નક્કી કર્યું અને તૈયાર થઈ ૨૦