________________
.
એ
૨૯૮
રૂફમી રાજાનું પતન લશ્કર ! ૮૪ લાખ તે ગજદળ, ૮૪ લાખ અશ્વદળ, ૮૪ લાખ, રથદળ, ૯૬ કોડનું પાયદળ ! એમ પરિવારમાં એક લાખ ૯૨ હજાર સ્ત્રીઓનું અંતઃપુર! એ પ્રમાણેના સગાવહાલા અને દાસદાસીઓ લાખોની સંખ્યામાં! બહુ પુણ્ય મળેલી એક મોટા ઇંદ્રના જેવી આ બધી ભવ્ય રાજ્યસમૃદ્ધિ અને એના ભેગવિલાસ આ ચક્રવર્તીએ કાચી સેકન્ડમાં એક તણખલાની જેમ છોડી દઈ ચારિત્ર લીધું, મુનિદીક્ષા લીધી !
જવાબ આપે :
કહે છે, તમને આ અપેક્ષાએ શું મળ્યું છે અને કેવું કેટલું મળ્યું છે કે એને જોવામાંથી અને જોગવવા-સાચવવામાંથી ઊંચા જ નથી આવતા ?
આખી ય જિંદગી એમાં જ વહી જાય અને જિંદગીને અંત સુધી પાપ મૂકાય નહિ, એને હૈયે રંજ પણ નથી?
અરે ! અડધા-ચોથા ભાગના પણ પાપ મૂકવાની હોંશ થતી નથી?
સેવવા પઠતાં પાપ માટે હૈયે રુદન અને મનમાં વિપાક ચિતા ય નહિ?
મનને શું વિચાર જ ન આવે કે ક્યાં એ ચક્રવર્તીના વૈભવ તથા ભોગ સાધન ! અને ક્યાં મારા ? એના સમા, હજારમાં, લાખમા ભાગે ય નહિ ! છતાં એ પળવારમાં સમસ્ત છેડી દઈ નિષ્પાપ અહિંસક જીવન તરફ