________________
૨૯૧
અને ઉત્થાન આમાં જઈ બતાવે આપની વીંટીં, અમે કાઢી આપીએ” રાજા જોઈ ચકિત થઈ જાય છે, શરમાઈ જાય છે કે “શું બતાવું?” કેમકે એમાં તે શાલિભદ્રના એંઠવાડરૂપે કાઢી નાખેલા ઝગમગ-ચકમક ચળક્તા દેવતાઈ ઝવેરાતની વચ્ચે પિતાનું મુદ્રાઉન એક ઝાંખા પત્થર જેવું લાગતું હતું! આમાં કૂવાનું પાણી ક્ષણવારમાં યાત્રિક રચનાથી ઉલેચી નાખવાનું કર્યું. ત્યારે એ કાળે યંત્રકળા કેવી પ્રર્વતતી હશે!
એ વખતે રત્નકંબળે કેવી આવતી? ભઠ્ઠીના સફેદ ઉંદરના રૂંવાડાની બનેલી એટલે એને સાફ કરવી હોય તે અગ્નિમાં નાખવી પડે! એ બળે-કરે નહિ, માત્ર મેલ બળીને ખાખ થઈ જાય, ને કાંબળ ઉજજવળ થઈ નીકળે. શિયાળામાં એ ઓઢવાથી ગરમી મળે ! ને ઉનાળે ઓઢવાથી શીતળ ઠંડક મળે!
કહે છે ને ૨૦૦ વર્ષ પૂર્વે ઢાકાના કારીગર અંગૂઠાની કારીગરીથી એવી બારિક મલમલ વણતા, કે એને તાકે મૂઠીમાં સમાઈ જાય !
ત્યારે ઔષધ પણ કેવા કેવા ચમત્કારીક હતા એના સાપ ગયા ને લીસોટા રહ્યા ” ની જેમ આધુનિક કાળે પણ ક્યાંક ખૂણે ખાંચરે એના જાણકાર અને સફળ પ્રાગ કરનાર સાંભળવા મળે છે.
હમણાં હમણાં થઈ ગયેલ મહમ્મદ છેલની વાત સાંભળી છે ને? ટ્રેનમાં વગર ટિકિટે બેસે, ટિકિટ ચેકર આવે અને ટિકિટ માગે તે ખીસામાંથી ઢગલે ટિકિટ