________________
ર૯૦
રુમી રાજાનું પતન શ્રત વગેરે ભણે એટલે એકાએક ગામ ઊઠી જાય ! લશ્કર ઊભુ થઈ જાય,
જંઘાચરણ–વિદ્યાચરણ લબ્ધિવાળા પળવારમાં હજારો જન આકાશમાં ઊડીને જાય, વિદ્યાધરો વિદ્યાથી વિમાન વિકવી દે!
અમુક અમુક વસ્તુઓનું ચૂર્ણ સમુદ્ર-સરોવરમાં નાંખે ત્યાં હજારે માછલાં એકાએક ઉત્પન્ન થઈ જાય !
અમુક વનસ્પતિ-રસાયણથી સુવર્ણરસ બને તેના એકેક ટીંપાથી તાંબુ સોનું બની જાય ! | વેદ, મહાભારત વગેરે શાસ્ત્રોમાં પણ તેવા મંગે, અગ્નિઅસ વગેરેના શસ્ત્રપ્રયાગોની વાત આવે છે.
કળામાં કુશળ કારીગરે કાષ્ઠના એવા ઘેડા વગેરે બનાવે કે જે યાગ્નિક રચનાથી આકાશમાં ઊડીને જાય ! એવા તે મોટા કાષ્ઠમય કમળ બનાવે છે જેમાં વચ્ચે મકાન હોય અને સહેજ એક ચાંપ દબાવતાં કમળની વિકસિત પાંખડીઓ આંખના પલકારામાં બંધ થઈ જાય ! ' કહેવાય છે કે રાજા શ્રેણિક ધનાઢય શાલિભદ્રના મહેલ પર ગયા, ત્યાં સ્નાનાગારમાં સ્નાન કરતાં આંગળી પરથી વીંટી ખસી ગઈ તે પાણી સાથે તણુતી ગઈ કૂવામાં! રાજા ! વ્યાકુળ થઈ વીંટી માટે દષ્ટિ ફેરવવા મંડ્યા એટલે તરત શાલિભદ્રના સેવકેએ મેલા પાણીના કૂવામાંથી યાન્ટિક પ્રાગે પાણ ખાલી કરી નાંખી રાજાને કહ્યું.