________________
અને ઉત્થાન
૨૭૯ ધર્મ સિંચી સિંચીને એ પમાડવું તે શક્ય છે ને ?
(૨) અરે ! એ ય પામે ન પામે એ જુદી વાત, પણ પિતે એની હિતશિક્ષા દેવાનું તે શક્ય ને ?
(૩) એમ કોઈ નાનપણમાં યા પરણને તરત ચારિત્ર લેવા નીકળે એની પણ અનુદના તે બની શકે ને? પરંતુ એના બદલે જે અહીં કુટુંબને સંસાર જ શિખવાત હાય, ચારિત્ર તરફ જતાં નાના કે નવ પરિણીતને નીંદવાનો હોય ત્યાં ભવાંતરમાં ચારિત્ર મળવાની અહીં ભૂમિકા શી રચાય? કયા નાણાં પર પરભવે ચારિત્ર મળે?
(૪) એમ સંપૂર્ણ ચારિત્ર નહિ, થોડા થોડા ય વ્રત નિયમ અને પાપસ કેચ કરવાની તમન્ના ન હોય તે ભવાંતર માટે પણ ચારિત્ર મળવાની ઇચ્છા જ કેવી?
સાયિક સમક્તિના ધણ પણ નિકાચિત ચારિત્ર મેહનીય કર્મના ઉદયવાળા કૃષ્ણ અને શ્રેણિકે શું કર્યું? ચારિત્ર કે શ્રાવકના વ્રત પણ લઈ ન શક્યા છતાં કૃષ્ણ પિતાની દીકરીઓને ચારિત્ર માર્ગે ચઢાવવાનું કર્યું, રાણીઓને ચારિત્ર લેવામાં સંમતિ આપી દીધી ! યાવત પટ્ટરાણીને પણ !
શ્રેણિક રાજાને એક જ એગ્ય સમર્થ દેખાતા પુત્ર અભયકુમાર રાજ્યગાદી સેંપવી છે, પણ અભયકુમાર ચારિત્ર લેવાનું કહે છે, તે સંમતિ આપી દીધી! પછી ભલે નાલાયક કેણિકના ત્રાસ ભોગવવા પડ્યા, પણ અભયકુમાર માટે કે એના ચારિત્ર માટે અફસેસી ન કરી.