________________
અને ઉત્થાન
૨૮૩,
કાપનારા ત્રણ, પણ ભાવ જુદા –
કસાઈ ધંધે જેમ આગળ આગળ કર્યું જાય છે. તેમ તેમ એના દિલની કઠોરતા વધતી જાય છે. શું કિયા નકામી ગઈ ? ના, ભાવને વધુ જમાવવામાં કારણભૂત બનતી ચાલી. અહીં ભાવ અશુભ છે, નિર્દયતાના છે, તે કિયા એને મજબૂત કરી રહી છે. એથી ઉલટું કઈ સેવાભાવી ડાકટર મફત યા બહુ અટપ મહેનતાણુથી સાર્વજનિક હોસ્પિટલમાં સેવાના ભાવથી ઓપરેશન પર ઓપરેશનની ક્રિયા કર્યું જાય છે, તે એ ક્રિયા એના સેવાભાવને વધુ ને વધુ પુષ્ટ કરતી ચાલે છે. ત્યારે જે પિતાની ખાનગી હોસ્પિટલમાં રીતસર પિસા પડાવીને ઓપરેશન કર્યા જાય છે, તે એને લક્ષ્મીને મેહ વધુ ને વધુ સતેજ પુષ્ટ બનતે આવે છે. ક્રિયા અંગ કાપવાની ત્રણેયની છે, ભાવનું પિષણ જે મૂળ દિલ છે એના આધારે થઈ રહ્યું છે,-એકને નિર્દયતાનું, બીજાને સેવાભાવ-પરાર્થવૃત્તિનું અને ત્રીજાને ધન-તૃણાનું. આમાં ભાવને અનુકૂળ કિયાના ભાવને અભ્યાસે દઢ વધુ દૃઢ કરવાનું કર્યું, એ સૂચવે છે કે કિયા નિરર્થક નથી.
એવુંજ ધર્મક્રિયામાં છે. મૂળ કેવા ભાવના દિલથી ક્રિયા આરંભે છે એ જે જેજે લેકમાં ધમી ગણાઈએ એવી માનાકાંક્ષાથી યાને સારા દેખાવાની આશંસાથી ધર્મક્રિયા કરવા માંડી, દાન દેવા માંડયું, અગર વ્રત-નિયમ-પૂજા-સામાયિક કરવા માથું, કે તપસ્યા