________________
અને ઉત્થાન જાગવો જોઈએ કે “મારા તુચ્છ સ્વાર્થ કે આવેશમાં મારા બંધુતુલ્ય અને દુઃખ દેવું એ અધમ કૃત્ય છે. હું તે દુઃખ ન આપું, પણ બીજાથી કે બીજી રીતે જીવે દુઃખ ભોગવતા હેય એની મને દયા આવે.”
દયાનું મહત્ત્વ ઠામ ઠામ :અષ્ટકળ શાસામાં પણ આ આવે છે કે, दया भूतेषु वैराग्यं, विधिवद् गुरुपूजनम् । विशुद्धा शोलवृत्तिश्च पुण्यं पुण्यानुबन्ध्यदः ॥ (૧) જીવે પર દયા, (૨) વૈરાગ્ય,
(૩) વિધિપૂર્વક ગુરુભક્તિ-પૂજા, (ગુરુમાં પરમ ગુરુ પરમાત્મા પણ આવી જાય.) અને
(૪) વિશુદ્ધ શીલવૃત્તિ;
–આ ચાર પુણ્યાનુબંધી પુણ્યને સૂચવે છે. અહીં પુણ્યને ભગવટે કરતાં આ ચારને આદરવાનું કરાય તે નવું પુણ્ય ઊભું થાય. એટલે આ ધર્મરૂપ પણ છે. આમાં પણ જીવ પર દયા પહેલી બતાવી.
ત્યારે એગદષ્ટિ શાસ્ત્ર શું કહે છે?
અનાદિને સહજ મળ ટ્યુ પામે એનાં ત્રણ લક્ષણ બતાવ્યા,
(૧) દુખિત પર અત્યન્ત દયા (૨) ગુણવાન પર અન્વેષ. (૩) સર્વત્ર ઔચિત્ય.