________________
રૂફમી રાજાનું પતન
પગભર રાખવાનું ન કરાય. આત્મવીર્ય એમાં ખરચવા પર અંકુશ મૂકાય. આપણા વીર્યના આપણે માલિક છીએ, તેથી એને ધાર્યો સદુપયોગ જ કરીએ. અનાદિને અભ્યાસ છે એટલે એકદમ એ વીર્યને દુરુપયોગ ન રોકાય અને વાસના તદ્દન ન દબાય એ બને; પરંતુ સાચે પ્રયત્ન હેય એ એમાં મંદતા જરૂર લાવે. જીવનભર આ જ કામ કરવાનું છે, વિકાર સામે લડવાનું છે, જીવનસંગ્રામ ખેલવાના છે.
આત્મવીર્યને બને ત્યાં સુધી રાગાદિ વિકાર પિષણના માર્ગે ન ખરચવા દઈએ. એ માટે કહેલી ભાવના, અને ભાવના માટેના આલંબન ભૂલશે નહિ. આલંબન પણ ભારે સહાયક બને છે. એવું એકાદ સૂત્ર પણ પકડી રાખ્યું હોય છે અને અવારનવાર એને મનમાં લાવીએ છીએ તે એ મનને બળ આપે છે. દા. ત. આ જ સૂત્ર કે “શું મારૂં કિંમતી આત્મવીર્ય, મહાવીર પ્રભુ જેવાને માથે નાથ કર્યા પછી, ક્રોધભાદિ-રાગદ્વેષ હાસ્યમંદ વગેરેમાં વેડફી નાખું ?”...આ સૂત્રને મન પર લીધાથી મન સશક્ત બની એ વિકારો સેવવા પર અંકુશ મૂકે છે, વિકારને દબાવી એથી પ્રતિપક્ષી ક્ષમા-નિર્લોભતા-વિરાગ-ઉપશમ-ગાંભીર્ય-નમ્રતા વગેરેને કેળવવાનું કરે છે. સારાં નિમિત્ત સારા સંગાદિને જ સેવવા
વાત એ ચાલતી હતી કે દેવતાએ જે આકાશમાં જઈ વાણી ઉચ્ચારી કે મેટા મેરુને ચૂર્ણ કરી નાખે એના કરતાં શીલને અખંડ ધારણ કરે એ પરાક્રમ મેટું