________________
રૂકમી સપનું પતન મંદિર વર્ષગાંઠમાં કે નજીકના તીર્થે પૂજા-જમણ વખતે પૂજામાં કેટલા દેડી આવે? અને લાડવા જમવામાં ? કેમ એમ? લાડવાનું આકર્ષણ છે, ધર્મનું નહિ. તીર્થયાત્રાસંઘમાં ચાલ્યા, હવે તે ઘરકામની જંજાળ નથી ને ? અને ધર્મ સાધવા માટે નીકળ્યા છે, છતાં વ્યાખ્યાનમાં કેટલા હાજર ? અને બહાર હરવા ફરવા ગપ્પા મારવામાં કેટલા ?
ધર્મશિક્ષણ જરૂરી નહિ
ધર્મનું મુખ્ય આકર્ષણ નહિ એટલે છોકરાને ધર્મમાં પ્રવીણ કરવા માટે કેટલો ખરચ અને કાળજી રખાય છે ? કાંઈ નહિ. અને નિશાળનું ભણાવવા માટે કેમ વારુ ? શું આપણા કે સંતાનના જીવનમાં પૈસા જ કમાવવાનું જરૂરી છે ને ધર્મ નહિ ? શરીરનું એવું ધર્મનું આકર્ષણ નહિ! :
શરીર જરાક બિમાર પડે તે આરામ, ઔષધ વગેરે માટે ખબરદાર ! ને આત્મા આજના જડવાદ, વિલાસવાદ, નાસ્તિકવાદ વગેરેથી મિથ્યાત્વ-કષાય, અસત્ય-અનીતિ, રોગથી માંદા પડે ત્યાં કઈ જ ખબરદારી નહિ ! ધર્મનું મુખ્ય આકર્ષણ નહિ એટલે જ આ ને?
સાચી શ્રીમંતાઈ કઈશા સારૂ આજના પાપયુગમાં ઘસડાઓ છે? આખી આજની દુનિયાને નથી મળ્યું એવા અનુપમ તીર્થંકર પરમાત્મા, ટંકશાળી નરતત્ત્વ, મોક્ષમાર્ગમય જિનશાસન,