________________
૧૯૮
રમી રાજાનું પતન
આ શે બને? સુખશીલિયાઓને ભય લાગી જાય કે આ તપસ્યા ને આ સંયમ–અનુષ્ઠાન કરતા આપણું તે બાર વાગી જાય! એવી ઘોર સાધના આ રાજવી અને સુકુમાર શરીરે રુકમી સાધ્વી કરી રહી છે.
સાધના “વીર' એટલે?
વળી એ સાધનાને ભગવાન વીર સાધના કહે છે. વીર' એટલે વીર્યવાળી, પરાક્રમી, સાત્વિક અર્થાત અનાદિ કાળથી તેમ આ જીવનને જન્મકાળથી સુંવાળા ટેવાયેલા તન-મનને કષ્ટમય તપસ્યા વગેરેની સાધના પસંદ ન પડે, પણ અંતરાત્માનું ખમીર પ્રગટ કરીને, સત્ત્વ વિકસાવીને મજબૂત મને અને આનંદભેર એ કષ્ટમય સાધનાઓ આચર્યે જવાની ! દિનરાત જરાય થાક્યા કંટાળ્યા વિના ખડતલ બની ધપાવ્યે રાખવાની. જેમ જેમ એ સાધના થયે જાય તેમ તેમ આત્માનું એજસ અને આનંદ એર વિકસતું જાય એ વીર સાધના.
સાધના “ઉ” એટલે ? :
વળી સાધના પણ મામુલી નહિ કિન્તુ ઉગ્ર! ઉગ્ર એટલે શરીર–સુકમળતા ના પાડે છે, વળી શાસ્ત્ર બળાત્કાર કરતું નથી, છતાં ઉચ્ચ કેટિની સાધના કરવાની. તે પણ મનની હોંશ વિના નહિ, હોંશ સાથે મનના પ્રણિધાનવાળી અને તનને ઘસારો પમાડે એવી ! સુખશીલતાને- ભુક્કો બોલાવે, ને સુંવાળાશને દેશવટે દે એવી !