________________
૫૪
રમી રાજાનું પતન
કયાં રહી? અને જીવન પણ ક્યાં ઉભુ રહ્યું? તત્કાળ મરણને શરણ થઈ!
મહાવીર ભગવાન આ કહીને ફરમાવે છે, “હે ગૌતમ આ પ્રસંગથી સૌ સ્તબ્ધ થઈ ગયા. પછી એ અવધિજ્ઞાની સ્વયં બુદ્ધ કુમાર મહર્ષિએ વિધિપૂર્વક સંખના કરી પછી પરિવાર સાથે સમેતશૈલગિરિના શિખર પર ગયા. ત્યાં જઈને પાદપિ ગમન અનશન કર્યું. અંતે એક માસ અનશન પાળીને શુકુલ ધ્યાનમાં ચઢી કેવળજ્ઞાન પામી મોક્ષે સિધાવ્યા.
રુકમી રાજાના ચરિત્રમાં પ્રાસંગિક ચરિત્ર રાજકુમારનું આવ્યું. પૂર્વ ભવના મન સાથે ઉચ્ચ ચારિત્રના પાલને એમને અહીં અત્યંત સુલભધિ બનાવ્યા! એના પ્રભાવે શીલ-બ્રહ્મચર્યના કેટલા બધા ઊંચા પાલક કે શ્રી રાજા રુકમી એમની તરફ રાગદષ્ટિથી જુએ છે છતાં એની સામે એવી રાગ ભરી દષ્ટિ નાખવાની વાત તે નહિ, પણ ઉપરથી સંસારની વિટંબણ નિહાળી પિતાનું રૂપાળું શરીર બીજાને કામવાસનાની ઉદીરણામાં નિમિત્ત બને છે માટે એવા શરીરને વિધિપૂર્વક ત્યાગ કરવાના અર્થાત સંયમ જીવન લઈ લેખના કરીને દેહત્યાગ કરવાના નિર્ણય પર પહોંચી ગયા! વિશુદ્ધ અધ્યવસાયની ધારા કેવી વધી રહી છે કે એમાં ચારિત્ર લેતા પહેલા વચમાં . આશ્રયદાતા રાજાના દુશ્મન રાજાના સુભટો એમના