________________
અને ઉત્થાન, કે
ર (૩) સરળતા દાખવવામાં આત્માનું સત્વ ખીલે છે. સાત્વિક વૃત્તિ વિકસે છે. માયાભાવમાં તે તામસભાવ પોષાય છે, નિઃસવતા પોષાય છે. જાણું જોઈને હૃદયમાં જુદું ને બહાર દેખાડવું જુદું, એ તામસ–અંધકારમાં રાચવા જેવું, તામસભાવમાં રમવા જેવું નથી તે બીજું શું છે ? બહારના કેઈ નુકસાન-ઠપકે-હલકાઈ પણ વહોરીને દિલ સાફ રાખી સરળ-નિખાલસ વાણી-વર્તાવ રાખવા એ સાત્વિકતા છે, આત્મ-સત્વને વિકાસ છે. માયાવી સાથેના વ્યવહારમાં આપણે સરળ વર્તવામાં કદાચ બહારનું કઈ નુકસાન દેખાય તોય તે સરળભાવના અતિ ઉચ્ચ આભ્યન્તર લાભની આગળ તુચ્છ છે.
કર્મવશ વેઠવાનું પણ સરળતા લાભમાં
ગુણસેન–અગ્નિશર્મામાં શું બને છે ? અગ્નિશમન જીવ ભવે ભવે માયા પ્રપંચ રમે છે, ત્યારે ગુણસેનને જીવ એક સરખી સરળતા રાખે જાય છે, ભલે ગુણસેનને સ્વકીય કર્મવશ વેઠવું પડે છે, અને કર્મ તે કેને છેડે છે ?, પણ સરળતાના ચગે એમને આત્મા ઊંચે ઊંચે ચડતું જાય છે, તે યાવત્ અંતે સમરાદિત્ય કેવળી મહર્ષિ બની અનંત કાળના સુખના ધામ મેક્ષમાં સિધાવે છે. ત્યારે પિલે જીવ માયા પ્રપંચના ચેાગે અનંત સંસાર-ભ્રમણ વધારી મુકે છે. માયા ભયંકર છે. સરળતા મહા કલ્યાણકારી છે, અધ્યાત્મ-વિકાસને મૂળ પાયે છે.