________________
અને ઉત્થાન
૨૧૩
પણ અવગણે અને માયાચાર સેવડાવે! મન જ્યારે ભવાભિનંદીપણાના પહેલા દુર્ગુણ ક્ષુદ્રતાથી છવાઈ જાય છે ત્યારે એ ક્ષુદ્રતા, એ છીછરી-તુચ્છ-ઉત્તાન-ઉપલકિયા સ્વભાવને લીધે કશું ઊંડાણથી ગંભીરતાથી વિચારવા તૈયાર નથી હતું. વિચાર જ નહિ કે “એમ કરીને જ અહીં સ્વાર્થ પિળે પણ તે કેટલા કાળ માટે ટકવાને? એક દિ મરીને તો ચાલી જ જવું છે અને અહીંની બધી સ્વાર્થ માયા ભેગી કરેલી અહીં જ રહેવાની, સાથે ચાલવાની નહિ. પછી આગળ તે અહીં સેવેલા ભયંકર માયાચારાદિ પાપોના અત્યંત દારુણ પરિણામ ભોગવવા પડવાના. એમાં ય વળી દુર્ગતિનાં દુઃખ ઉપરાંત આ માયાચારાદિના કુસંસ્કારની ગાંઠે પછીથી વજાપ જેવી બંધાઈ ગયેલી, તે કાંઈ છૂટવાની નહિ, અને એવા ભયંકર કુકર્મો કરાવવાની કે જેથી આગળ ભયંકર નરકાદિ દુઃખમય જજોની પરંપરા ચાલવાની !' આ કેઈ વિશાળ વિચાર જ ન કરવા દે એવી ક્ષુદ્રતા યાને તુચ્છ મતિ રખાવનારી સ્વાર્થ પટુતા હોય તે કેમ સંસારરસ અર્થાત્ ભવભિનંદિતાને ન પિષે ? માટે સ્વાર્થોધતા બાજુએ મૂકી ક્ષુદ્રતા છોડો. ક્ષુદ્રતા ભવાભિનંદીને દુર્ગુણ છે.
એમને એમ જ માની બેસતા નહિ કે “ન મારામાં ભવાભિનંદિતા અર્થાત્ સંસારને રસ નથી.” માણસ પોતાના મનથી માની લે કે “ના, મને સંસારને રસ નથી. મને તે મેક્ષની અભિલાષા છે. પરંતુ શાસ્ત્રકારોએ બતાવેલા