________________
અને ઉત્થાન
૨૨૫
હલકી પાડી તુચ્છકારવાનું મન થાત. પણ એ નથી, દયા છે એટલે હજી પણ એને ધર્મદેશના આપે છે. શું કહ્યું હશે એમાં? એવું જ કાંઈક કે
શલ્યોદ્ધાર માટે અમૂલ્ય વિચારણા હે ભાગ્યવતી ! જુઓ કે આ સંસાર કે અસ્થિર છે! કેવા અસ્થિર ભાવે થી ભરેલું છે! બહારના ભાવ પણ અસ્થિર અને આત્માની અંદરના ભાવ પણ અસ્થિર ?
મટી ધન-સંપત્તિ રાજ્ય સિંહાસને, મહેલાતે વાડીબગીચા બધું જ અસ્થિર! કશું જ સ્થિર કાયમ માટે ટકવાનું નહિ. અરે! આપણું માન-સન્માન, કીર્તિ–આબરૂ, સત્તા-ઠકુરાઈ વગેરે પણ અસ્થિર ! મેટા ઈન્દ્રોને પણ એ અંતે ગુમાવવું જ પડે છે ને ? જેમ આ જડ પદાર્થો અસ્થિર, એમ એના રૂપ-રસ–ગંધ-સ્પર્શ-શબ્દ બધું જ અસ્થિર ! આપણું કાયા અને એના રૂપ-રંગ-વય તથા સન્માન આદિ સુદ્ધાં સઘળું ય અસ્થિર ! શું આ અસ્થિર ખાતર દીર્ઘ કાળનાં દુઃખ ઉભાં કરે એવું શલ્ય રાખવું?
હે શિષ્ટ આચારવતી ! એવું જ આપણું અંતરના ભાવે પણ એવા જ ! ઘડીમાં રાગ, ઘડીમાં દ્વેષ, ઘડીમાં ગુરુસો ને ઘડીમાં ખામેશ! હમણાં સુધા ને પછી તૃપ્તિ ! હમણું માન-અભિમાન–અહંત્વ, ને પછી નરમ થેંશપણું! ક કષાય એક સરખો ટકે છે? એવા જ હાસ્ય, રતિ, અરતિ, વગેરે ભાવે ય અસ્થિર છે. એમજ જીવના મનુખ્યત્વ-તિર્યકત્વ ભાવે પણ ક્યાં સ્થિર છે?