________________
અને ઉત્થાન
૨૩૩ શલ્યરક્ષા અને માનરિક્ષાને મહત્વ આપવાથી બીજી બધી ઉગ્ર કષ્ટમય પણ સાધનાઓની અસર નહિવત્ થઈ જાય છે, અને તેથી ભવોના ભવે માટે સદ્ધર્મથી બાતલ થઈ જવાય છે” એ વગેરે સમજાવવાને મહાન અનુગ્રહ કર્યો પણ છાર પર લીંપણ! પાણીનું વલેણું !
રુકમીનું મૃત્યુ: આલોચનાનું મહત્ત્વ
મહાવીર પરમાત્મા ફરમાવે છે, “હે ગૌતમ ! તે ભગ્નભાગ્ય નરેન્દ્રમણીએ પોતાના શલ્યને વળ મૂક્યો નહિ. એ તે કહે છે,-હે ભગવન્! શું આપ જેવા મહર્ષિની સાથે કપટ રમાય? અને તે પણ વિશેષ આલેચના કરતી વખતે હું સાચું કહું છું કે એ વખતે મેં આપના પર દષ્ટિ નાખેલી તે ખરેખર કેઈ કામવાસનાની અભિલાષાથી નહિ, કિન્તુ આપની પરીક્ષા કરવા, આપનું માપ તળવા માટે નાખેલ.
રુકમીને કરુણ અંતઃ
બમ આટલું બોલતાં તે ત્યાં ને ત્યાં જ કર્મ પરિણતિવશ ધસ કરતીક ધરણું પર પડી ગઈ! દેહમાંથી પ્રાણ પંખેરૂ ઉડી ગયું! આયુષ્ય પૂર્ણ થઈ ગયું. - કર્મ અને ભવિતવ્યતાની કેવી અગમ વિચિત્રતા! -ચાહો આયુષ્ય સહજભાવે પૂરું થવાનું હોય, કે એના પર ઉપકમ લાગીને એ તૂટવાનું બન્યું હોય, પરંતુ રુફમી