________________
અને ઉત્થાન
- ૨૪૧
ગંભીરતા, જીવનમાં એની અતિ આવશ્યકતા, તથા એથી આત્માને કેટકેટલા મહાન લાભ અને ઉન્નતિ પ્રાપ્ત થાય, એ સમજાવાતાં મુનિઓને શૂરાતન ચઢી ગયું અને ગુરુદેવ તે પરમ કારૂણિક પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ મળેલા હતા; એ પૂરા ગંભીર ! એટલે એકેક મુનિએ જઈને એમની પાસે ઠેઠ બાલ્યકાળથી માંડીને અત્યાર સુધીનું પિતાનું જીવન ખોલી નાખ્યું ! રજે રજ છૂપા પણ પાપને પ્રગટ કરી દીધાં, પ્રાયશ્ચિત્ત લીધાં! એનો અજબ પ્રતાપ કે આજ સુધી વિચારમાં પણ પિતાનાથી દુષ્કૃત્ય ચિંતવાયું હોય એની આલેચના. કરે છે. આનું કારણ (૧) હૃદયમાં કેઈ પાપનું શલ્ય રહી જાય એનો ભય હતે, (૨) નિખાલસતા હતી અને (૩) ગુરુ ગંભીર પિટના હતા; ગંભીર એવા કે ન તે આચિત પાપની વાત બીજા કેઈને કહેવાની કે ન આલોચના કરનાર પ્રત્યે પછીથી લેશ પણ સૂગ કે અરૂચિ દાખવવાની.
આલોચનાના લાભ :
જીવનમાં બીજા વિશિષ્ટ ધર્મ પરાક્રમ કદાચ ઓછાં થાય, પણ સાફ દિલે પાપશુદ્ધિ થાય, ગુરુ આગળ નિ:શંક આલેચના અને શલ્યરહિતતા થાય એ અત્યંત આવશ્યક છે. એથી વિરાધભાવથી બચી જવાય છે! દેષ દુષ્ટ્રત્યનાં ઊંડા અનુબંધ પડતા અટકી જાય છે ! અને ભવની,