________________
જર
રૂમી રાજાનું પતન દુખદ પરંપરાના ભંગ નથી બનવું પડતું! એટલા જ માટે શ્રાવકેને માટે વાર્ષિક ૧૧ કર્તવ્ય બતાવ્યાં એમાં શિખર પર અગિયારમું કર્તવ્ય શુદ્ધિ આચનાનું બતાવ્યું. એટલે ચોગ્ય ગુરુ પાસે ભવ-આલેચના અને પછી બની જતા દરેક પાપની આવેચનાનું કાર્ય અવશ્ય કરવા જેવું છે.
ત્યાં ધ્યાન આટલું રાખવાનું કે “છાશ લેવા જાય ને દેણી સંતાડે એવું ન થાય. આલોચના કરવાના એ પાપ પ્રકાશન કરવાનું એટલે દિલના વિશુદ્ધભાવે કઈ જાતની માયા ન સેવતાં, માનાકાંક્ષા ન રાખતાં, માનહાનિને ભય બાજુએ મૂકી સ્પષ્ટ સાફ જે ભાવે પાપસેવન કર્યું હોય, જેવું કર્યું હોય, તે પ્રમાણે બધું ખુલ્લંખુલ્લું કરીને રહેવાનું. સંવેગની વૃદ્ધિ કરી સંતાપ-પશ્ચાત્તાપ ભર્યા દિલે ગદ્ગદ શબ્દમાં કહેવાનું.
શદ્ધાર માટે ભય – હૈયામાં શલ્યને ભારે ભય અને નિખાલસ ભાવ રહેશે તે જ આ શક્ય થશે. મનને એમ થવું જોઈએ કે બીજી બધી મારી ભરપૂર ધર્મ સાધનાઓ અને સુકૃત, પાપનું એક પણ શલ્ય દિલમાં જ પડી રહીને, નિષ્ફળ ન થાઓ. શલ્યના રોગે મારા ભવના ફેરા ન વધી જાઓ. દુર્ગતિની પરંપરામાં હું ઝડપાઈ ન જાઊં.” શલ્ય ચીજ બહુ ભયંકર ! શરીરમાં રોગનું એક શલ્ય રહી જાય તે