________________
અને ઉત્થાન
૨૪૫ આરાધના કરી રહ્યા છે, પણ બીજી બાજુ મિત્રમુનિએ સાથે જરા મુત્સદ્દીગીરી રમ્યા તે ગુણસ્થાનક ઘવાયું સ્ત્રીવેદ ઉપજે. સ્ત્રીપણે તીર્થકર બનવુ પડયું ! એમ પીઠ-મહાપીઠ એકાવતારી ઊંચા અનુત્તર વિમાનમાં જાય એવી ભગીરથ સંયમ સાધના કરનારા છતાં દિલના જરાક માયાવી ભાવને લીધે બ્રાહ્મી-સુંદરીરૂપે સ્ત્રી તરીકે અવતરવું પડયું! જયાં જરાક માયા સેવાઈ છતાં બીજી બાજુ તીર્થકર કે એકાવતારી અનુત્તરવાસી દેવ બનાવે. જબરદસ્ત સાધના અહિંસા-સંયમ–તપની હોવા છતાં પણ આ સ્થિતિ ! તે પછી એવી સાધનાનું બળ નથી, અરે ! એના દશમા સોમા ભાગની સાધનાનું બળ નથી, અને માયા મુત્સદ્દીગીરી, તે પણ જરાક નહિ, કિતુ ભરપૂર સેવાય છે,! ત્યાં કેવા ભયંકર દુઃખદાયી તિયચના ધારાબદ્ધ અવતાર વગેરે પરિણામ નીપજે ! એ વિચારવા જેવું છે. એવું ધર્મબળ નહિ એટલે એવી પ્રબળ પુણ્યાઈનું ઉપાર્જન નહિ, અને માયા-મુત્સદ્દીગીરી અને અભિમાન આદિના દેષ ભરપૂર એટલે આકરા અશુભ કર્મનું કબંધ ઉપાજન! પછી ભવ પરંપરા કેટલી દુઃખ-ત્રાસવિટંબણામય અને પાપની આવૃત્તિભરી નીપજવાની ?
આત્માને ચીમકીઃજીવને ખૂણે એકાંતમાં બેસાડી કહે –“નાદાન ! જાગ જાગ, ઉઠ ઉંડ, આ મેહની રમતની ઘોર નિદ્રા મૂક, ગુણની આળસ–બેપરવાઈ છેડ; દુનિયામાં જશ-લીધા