________________
'
અને ઉત્થાન
૨૩૭ કરી છે? જે નહિ, તે પરલોકમાં એનાં કારમાં શલ્ય લઈને ગયે શું થશે? જે એક પાપ એક શલ્યમાં રુકમીની ભારેભાર દુર્દશા તે ઢગલાબંધ પાપ અને શલ્યની કેટલી ભારી દુર્દશા ? ચેતવા જેવું છે. બાજી હજી હાથમાં છે. ધ્યાન રાખે, જીવનને ભરેસે નથી, રેગ-અકરમાતનું કાંઈ કહેવાય નહિ કયારે આવી લાગે. એ વખતે સગુન એગ કે એમની આગળ કરાર કરવા જેટલે અવકાશ નહિ હોય, પછી શું થશે?
ગશાળાને અંતકાળે પશ્ચાત્તાપ થયે, ભૂલ સમજાણી, પિતાના શિષ્ય આગળ કહી પણ ખરી, એમને સાવધાન રહેવા સલાહ પણ આપી, કિન્તુ ગુરુ આગળ આલેચના કરી પ્રાયશ્ચિત્ત માગવાનું ન બન્યું. ત્યારે હવે કેટલી ભયંકર દુર્દશા થવાની છે એ જાણે છે ને ? પશ્ચાત્તાપ
ક્યારે થયે? મહાવીર ભગવાનની સામે જેલી તેજલેશ્યા પિતાને જ વળગી અને બળુ બળું થઈ ગયા. ત્યાં પશ્ચાત્તાપ થયે.
વીતરાગ સર્વજ્ઞ લબ્ધિને ઉપગ ન કરે – પ્ર-પ્રભુએ એને શીતલેશ્યાથી કેમ બચાવ્યો નહિ?
ઉ-એમ તે પ્રભુએ એજ ગોશાળાના તેલેશ્યાના પહેલા પ્રયોગથી બળતા સુનક્ષત્ર-સર્વાનુભૂતિ મુનિએ ક્યાં બચાવ્યા છે ? પ્રભુ કેવળજ્ઞાની વીતરાગ સર્વત્ર છે. એમની પાસે અંતરાયક્ષયથી અનંત લબ્ધિઓ પ્રગટ છે છતાં,