________________
૨૩૮
રુમી રાજાનું પતન વીતરાગ હેઈ એને ઉપગ ન કરે, કેમકે એ સરાગ અવસ્થાનું કાર્ય છે. વીતરાગને રાગદ્વેષ નથી એટલે એવા રાગદ્વેષાધીન અનુગ્રહ-નિગ્રહ અને લબ્ધિના ઉપયોગ કરવાના હેય નહિ. માટે તે કઈ પૂર્વ કે એ ભવને વરી દેવતા ઉપાડી લવણસમુદ્રમાં ફેંકી આવવાની દુષ્ટતા કરે અને ત્યાં એ મહાત્માને ભાવના ચડતાં કેવળજ્ઞાન થાય, અનંતલબ્ધિધર બને, તે ખુદ પિતે કે બીજા વીતરાગ એને પ્રતિકાર કરતા નથી. સામે કઈ લબ્ધિપ્રવેગ કરી બચાવ કરતા નથી. ત્યારે લવણસમુદ્રની ઇચે ઇંચ જગા પર આત્મા મેક્ષ પામ્યા છે ને ? નહિતર ત્યાં કેણ મહાત્મા અનશન કરવા જાય છે? એ તે કેઈ છવાસ્થને દુષ્ટ દેવતા ત્યાં ડૂબાડે; એ વખતે એ છઘસ્થના ભાવની -શુદ્ધિ થઈ પરિણામની ધારા વધે, કેવળજ્ઞાન પામે,
અને ત્યાં સર્વ કર્મને અંત કરી મેક્ષ પામે, એ રીતે લવણ સમુદ્ર પરથી પણ સિદ્ધ થાય. શાશ્વતી પ્રતિમા પરથી પણ દેવવડે સંહરણ કરાઈ લઈ જવાતા આત્માને ભાવના વધતા કેવળજ્ઞાન થઈ બરાબર પ્રતિમા ઉપરના આકાશ પ્રદેશમાં હોયે મેક્ષ થાય! એ રીતે શાશ્વતી પ્રતિમા પરથી પણ મેક્ષ ગયા છે, વીતરાગ જાણે છે પણ લબ્ધિપ્રવેગ કરે નહિ, અને આપત્તિ ભેગવનારાના કમની વિચિત્રતાએ બીજા અવધિજ્ઞાની દેવતા વગેરેને ખ્યાલ જાય નહિ, એટલે દુષ્ટને હટાવવાનું થાય નહિ, તેમ - આયુષ્ય આવી રહ્યું હોય એટલે પણ એમ બને.