________________
૨૨૬
રુમી રાજાનું પતન અહીંનું મળેલું માન જીવને પરભવ ન બચાવે' હે બુદ્ધિમતી ! આ પરિસ્થિતિમાં આપણું માન ગૌરવ વગેરે પણ કેટલા ટકવાના હતા કે એની ખાતર તણાઈ પાપનું એક પણ શલ્ય દિલમાં રાખી મુકવું? એક દિ આપણે જ ઊડી જવાનું છે, પછી જે અહીં આપણે જ નથી, તે અહીં મળેલ માન ને ગૌરવથી આપણને શું તેમ એ ય શાશ્વત કેણું ગાતું બેસે છે? જ્યારે, એ શલ્ય તે ભવાંતરે સાથે આવ્યા બાદ જીવની દીર્ઘ કાળ સુધી અત્યંત ઘોર દુર્દશા કરે છે. ત્યાં અહીં ગવાતું માન જરાય બચાવવા નથી આવતું. I શલ્યથી પરભવે ભારે દુર્દશા કેમ?
અહીં હજી ખોળિયામાં પ્રાણ છે, શુધબુધ છે, ત્યાં સુધી તે શલ્યને ખ્યાલ છે એટલે એને ઉદ્ધાર કરવાનું હાથમાં છે. પણ ભવ પલટાયા બાદ તે એને ખ્યાલ ગયે, પછી ઉદ્ધારની શી વાત? અહીં જ અનુભવાતી ખધી કામકેધાદિની લાગણું શું સૂચવે છે? દાબી કેમ દબાતી નથી? આજ કે પૂર્વ કેઈ ભવે એનાં શલ્ય આત્મામાં રાખી મૂકેલા ! હવે કેમે ય વાળ્યા વળે જ નહિં! સેવ્યા પછી કદી ય એના પસ્તાવા–પ્રાયશ્ચિત્ત કર્યો નહિ, તે અંકે થઈ પછીના ભવે શે કડવા લાગે?
I શલ્ય ચીજ એવી ભૂંડી છે કે આત્મામાં અંકે થઈ ગયા પછી જાણે જીવને એ સ્વભાવ બની જાય છે. તેથી પાપ