________________
અને ઉત્થાન
૨૧૫ દેશે ઝળકતા રહેવાના. તેથી વાસ્તવમાં હૈયે ધર્મસ્પર્શનાનું કાર્ય નહિ થવાનું ભવાભિનંદિતા જ કોટે વળગી રહેવાની.
ભવાભિનંદિતાથી ક્રિયા નિષ્ફળ –
અનંતી દ્રવ્યકિયાએ તે ઠેઠ ચારિત્ર સુધીનાં ધર્માનુષ્ઠાન ભવાભિનંદિતાના કારણે નિષ્ફળ ગયા છે. તે એ રીતની અહીંની મામુલી ધર્મકિયા કારગત થશે ? કયા વિશ્વાસે તણાવાનું? ધર્મ કરવા માટે તૂટી મરવું છે, ધર્મનાં કષ્ટ સહવા છે, પણ ભવાભિનંદિતાના પિષક ક્ષુદ્રતા–માત્સરઈર્ષ્યા વગેરે નથી છોડવા, તે કેમ ઊંચે અવાશે ? એ જ સૂચવે છે કે,
ધર્મક્યિા સહેલી છે, ધમકષ્ટ સહેવું સરળ છે છે, પણ આ ક્ષુદ્રતાદિ દુર્ગુણ ત્યજવા મુશ્કેલ છે;
કેમકે એ નાના સ્વાર્થ સાધવા માટે ય જરૂરી લાગે છે, અને એવા મામુલી સ્વાર્થનો રસ-અંધાપે છેડા નથી! મામુલી સ્વાર્થને આંધળે રસ એ સંસારનો રસ નહિ તે બીજું શું છે ? એ ભવાભિનંદિતા જ છે.
રુકમી સાધ્વીને બીજી સાધ્વીઓ વચ્ચે જરા માનહાનિ થવાનો ભય લાગે, એને એવા અલપ માનરૂપી સ્વાર્થની ડાકણ–ભૂખ રહી, એમાં એવી ક્ષુદ્ર બને છે કે મોટા અવધિજ્ઞાની ઉપકારી ધર્માચાર્યને બનાવવાની કૂડી રમત રમે છે ! કષ્ટ-તપ-જપ કેટલા કર્યા છે ? પણ તેથી શું ? તુચ્છ સ્વાર્થના રસ મૂકાય નહિ ત્યાં સુધી ઊંચા ગુણસ્થાનકને એગ્ય હૈયું બનાવે ક્યાંથી ? આત્મપરિણતિ ઊંચી