________________
૨૧૪
રુમી રાજાનું પતન સંસારરસિયાના ક્ષુદ્રતા-લાભરતિ–દીનતા વગેરે દેશે પડતા ન મૂકવા હોય, તે એ સંસારરસિકતા યાને ભવાભિનંદિતાના કલંકથી શી રીતે બચી શકે ? પુરુષતા કે અસપુરુષતા કાંઈ માની લેવા માત્ર પર યા બીજાના સર્ટિફિકેટ પર નકકી નથી થતી, એ તે એનાં લક્ષણ પર ગુણ-અવગુણ ઉપર નિશ્ચિત થાય. તેવી વિદ્વત્તા નહિ, અને સૂઠને ગાંઠીયે ગાંધીની જેમ મનથી માની લીધું કે હું ગ્રેજ્યુએટ જેટલે વિદ્વાન છું, અગર ગમે તે ઘાલમેલ કરીને યુનીવર્સિટિ પાસેથી ગ્રેજ્યુએટનું સર્ટિફિકેટ લઈ લીધું , પણ તે બેધ છે નહિ, તે એ માની લીધેલી ગ્રેટગીરી કાર્યસાધક શી બની શકે ? એને વાસ્તવિક ગ્રેજયુએટગીરી કહેવાય પણ કેમ? ક્યાંય ગ્રેજયુએટનો દાવે રાખી નેકરીએ બેસે ત્યાં એક કાગળ લખવાનું કહેવામાં આવે તે લખી શકે નહિ, કે આવેલ તેવા કાગળ વાંચવાસમજવા જેટલી ગુંજાયશ ન હોય, પછી ગ્રેજયુએટપણાનું ભોપાળું જ ખુલ્લું થાય ને ? અપમાનભેર રુખસદ જ મળે ને ? ગુણ વિનાને મેટાઈને દો કેટલે ચાલે?
એમ આત્મામાં ભવાભિનંદિતાનાં લક્ષણો બેઠા હોય, એથી ઉલટા મેક્ષરસિકતાના ગુણે જે ન હોય, તે વસ્તુસ્થિતિએ એનામાં ભવાભિનંદીપણું નથી પણ એક્ષરસિકતા છે એમ કેમ કહેવાય? તેમ એવી માની લીધેલી મોક્ષરસિકતા શી કાર્યસાધક બને? ભલેને કેઈ ધર્માનુઠાનમાં જોડાયેલ હોય, પણ ત્યાંય એ ક્ષુદ્રતા-મત્સર આદિ