________________
અને ઉત્થાન
૨૧૭
ઓથ આપશે અને અહીં પણ શાંતિભર્યું જીવન જીવવા દેશે.” આ માન્યતા હૈયે સચોટ અંકિત રહેવી જોઈએ, જેથી એ બલાથી બચી શકીએ. વાત પણ સાચી છે કે,
માનસંજ્ઞાની બલા છવને અશાંત અશાંત અને સચિંત રાખ્યા કરે છે. વાત વાતમાં જોયા કરશે કે બહારમાં હલકે તે નહિ પડું ને ? આજુબાજુ વાળા મને સારો માનશે ને ?? એ માટે પછી ગમે તેવાં પાપ આચરવાં પડે તે એની ચિંતા નહિ, પણ માનરિક્ષાની ચિંતા મેટી.
માનસંજ્ઞાના કુકર્મ :–
એટલે એમાં નથી ને ક્યાંક ખૂટું પણ જાણ્યું કે મારું હલકું બેલાય છે, અગર કોઈ મને ઠીક નથી માનતે તે હવે ચિંતામાં પડશે કે એ ટાળવા શું શું કરું? એ માટે ચાપલુસી કરવા જશે ! જરૂર લાગી તે ગુણિયલનું -ઉપકારીનું ઘસાતું બાલશે! બીજાઓથી બેલાતામાં ટાપસી પૂરશે! પાપમય વાતો કરશે ! ક્યાં શાંતિ છે? એ બલા જપવા દે નહિ. જુઓને આવી મેટી રાજવીપણું છેડી સાધ્વી બનેલી રૂફમીના દેષને કુમારમહર્ષિ ચક્કસ મુદ્દા સાથે પકડે છે, ત્યારે રુફમી માનબલાથી ચિંતામાં પડે છે.
માનબલાની ચિતા ભૂંડી; એની પાછળ એ મલિન વિચારો જ ઊભરાવે, મેલા ઉપાયે જ પકડાવે, એની સામે જીવનું પિતાનું કેઈ વર્ચસ્વ નહિ! શાસ્ત્રવચનના માગદર્શન મુજબ સ્વહિતાર્થમાંજ-પવિત્ર ભાવના અને ઉત્તમ