________________
૨૨૦
ફમી રાજાનું પતન ક્યાં છે? પછી અભિનંદનની શી વાત? શું એક હિતૈષી વડિલ તરીકે આપની ફરજ નથી કે નાના ભૂલતા હોય તે એને સમજાવીને ન સમજે તે દંડ કરીને માર્ગે લાવવા? આપને મારા નિદાન પર વિશ્વાસ ન બેસતે હોય તે દૂતને મેલી જુઓ ખબર પડશે કે એ ખરેખર અભિમાનમાં ચડ્યા છે કે નહિ. બાકી આમ નાના સાથે કેમ લડાય, એવા માયકાંગલા વિચારથી તે એમની ઉદ્ધતાઈ પોષાય છે, અને આપનું વડિલ તરીકેનું ગૌરવ હણાય છે. દુનિયા કહેશે “જોયું ? નાના ભાઈ પર કાંઈ ચાલતું નથી.
ચબરાક સેનાપતિએ સ્વામીની માનસંજ્ઞાને ઉશ્કેરી વિવેક-ઔદાર્ય ભૂલાવ્યાં. કયારેક લે ભસંજ્ઞા કરતા પણ માનસંજ્ઞા બળવાન બની જાય છે. એમ તે વાણિયે સારૂ ખટાવનાર ઘરાકના ગમે તેવા બેલનાં અપમાન એની પાસેથી કમાવાના લાભથી ગળી જાય છે, પરંતુ એ જ પાછો ક્યાંક નખને આંટનો સવાલ આવી લાગે તે પૈસે ખુવાર થવા તૈયાર !” જુઓ છો ને કે ૨૦૦-૫૦૦રૂ.ની જમીનના ટૂકડા કે એવી તુચ્છ વસ્તુ ખાતર ઠેઠ હાઈકોર્ટ સુધી ચડી કેવા હજારો રૂપિયાના આંધણ મૂકાય છે ! ચૂંટણીમાં આગળ આવવા કેવા લાખ રૂપિયા પણ ખર્ચાય છે ? માનસંજ્ઞા એ માણસની મેટી નબળી કડી છે. આ નબળી કડીને લાભ ઊઠાવી હોશિયાર માણસ માનીની