________________
અને ઉત્થાન
૧૭
રાજાઓ જેવા પાસે પણું સંસાર ફગાવી ફગાવી એમને ચારિત્રમાર્ગે ચઢાવી દે છે! તેમ પિતાને પણ આ જન્મ પવિત્ર ત્રિકરણશુદ્ધ શીલ, શુભ અધ્યવસાયમાં રમણતા, ઉપરાંત ગૃહસ્થ કુમારપણમાં જ નિર્મળ અવધિજ્ઞાનની પ્રાપ્તિ ! લા લા જીવનમાં કાંક નક્કર સાધના લાવે જેથી આત્મા ઊંચે આવે. કાયા-માયાની આળપંપાળ કર્યું શું વળવાનું છે?
રૂફમીની સાધના :
જગદ્ગુરુ મહાવીર પરમાત્મા ફરમાવે છે કે “હે ગૌતમી તે નરેન્દ્રશ્રમણી રુફમીએ ચારિત્ર સમજીને લીધું છે એટલે દીક્ષાથી માંડીને એણે ઘોર, વીર, ઉગ્ર, કષ્ટમય તપ, સંયમ અને અનુષ્ઠાન આચરવા માંડયા! સાથે શરીર સારવારની દરકાર જ મૂકી દીધી, એ સગવડ અનુકૂળતા તરફ નિસ્પૃહ બની ગઈ.
તપ-સંયમ-ક્રિયાની ત્રિપુટી -
તપમાં આંબેલ–ઉપવાસ-છઠ્ઠ–અઠ્ઠમ વગેરે, સંયમમાં મહાવ્રત અને સમિતિ-ગુપ્તિનું અણુશુદ્ધ પાલન, અને અનુષ્ઠાનમાં આવશ્યક ક્રિયા, શાસ્ત્રસ્વાધ્યાય, ગુરુસેવા વગેરે. તપ–સંયમ-કિયાની આ ત્રિપુટીની સાધના પણ કાચીપચી મુડદાલ નહિ, કિન્તુ જેમવાળી ! ઘેર!
સાધના ઘેર એટલે? એવી કે બીજાને આ જોઈને હૈયુ ફફડે. કે “હાયી
માસ-૭
મા
વગેરે