________________
અને ઉત્થાન
૧૯૫
તેટલો, પણ અસંખ્ય જનમનાં કર્મ તેડવા અને અનંતાઅનંત કાળની સુ-અભ્યસ્ત સંજ્ઞા-વાસનાએ નિમૂળ કરવા માટે ઓછો લાગે છે. પછી ભલે પ્રખર પુરુષાર્થ વધી જાય, અને વચમાં જ કેવળજ્ઞાન મળી જાય; પણ એવા વિશ્વાસે ન રહેવાય કે “હમણું તે ઘરવાસ રાખે પાછળથી ચારિત્ર લઈ પ્રખર પુરુષાર્થ કરી કર્મવાસનાને ભૂકો કરી નાખીશું.” ધર્મને વાયદે ન મૂકાય.
ધર્મ વાયદે કેમ ન મૂકાય? – (૧) એક તે જીવનકાળની એક્કસ ખબર નથી,
(૨) બીજું એ, કે એમ જાણી જોઈને ઘરવાસમાં રહ્યા તે પાપની ધિદ્વાઈ થશે, તેથી ભવિષ્યમાં એ પ્રખર ચારિત્રને વિદ્યાસ જ નહિ જાગે.
(૩) વળી, પાપભર્યા ઘરવાસમાં રહેવા જેવું છે પણ શું? શકાય છેના સંહારભરી અને રાગાદિ કષાયથી ખદબદતી તુચ્છ વિષયસુખ અને વિનવર મેહમાયાની ગુલામી જ કે બીજું કાંઈ ? બધું જ ઇન્દ્રિય અને જડ કાયાની મોજમજાહ અને ફુલેકા ને? આત્મા મૂળ માલિક છે, ધણી છે, કાયા તે પાડેશી છે. ધણીને મૂકી પાડેશીની સહેલ સરભરા એજ ઘરવાસ ને ?
આ કાયા પાડોશીનું કરતાં કરતાં તે જન્મારા ગુમાવી નાખ્યા ! મૂળ ધણું આત્માનું કશું હિત જોયું નહિ, એટલે તે કર્મની પાકી કેદ, ક્રૂર વિટંબણા, અને સરાસર વેઠપરાધીનતામાં હજી સુધી જીવ વિડંબાતે આવ્યું છે.