________________
૧૮૨
રમી રાજાનું પતન ઢેડવાડે, એક ઉકરડે બની જાય છે. જીવનને સુંદર ઉદ્યાન બનાવવા માટે પહેલી આટલી વિચારશુદ્ધિ જોઈએ. પછી શક્તિ ફેરવી ફેરવી મન મારીને પણ આચારશુદ્ધિ કેળવતા જવી. - કુમાર મહર્ષિના જીવે પૂર્વ ભવમાં આ આચાર શુદ્ધિની ઊંચી કક્ષા જાળવી રાખવા માટે, ભગવાન કહે છે કે, એ સર્વ ઉપાથી અગ્નિ, પાણી અને મૈથુનથી સર્વથા આઘા રહ્યા; એને ઊંચે ત્યાગ પાળે ! આ ત્રણે ચીજ એવી છે કે અખંડ સુવિશુદ્ધ સાધુપણું પાળવું હોય તે. ત્રણેયથી દૂર દૂર રહેવું જોઈએ.
અભયકુમારે દીક્ષિત ભિખારીની નિંદા કરતા લેકને ઉદ્યાનમાં ભેગા કરી આજ કહ્યું કે “ભાઈએ ! આવે, લઈ જા મત અહીં આ સેનામહોરના ત્રણ ઢગલા કર્યા છે તે ભેટ આપવાના છે. જેને જોઈએ તે લઈ જાઓ. પણ શરત એક કે જે જિંદગીભર અગ્નિ, કાચું પાણી અને સ્ત્રીને અડવાનો ત્યાગ કરે એજ આ લઈ જાય.”
બસ, સેનિયા મફત મળવાના જોઈને તે મોંમાં પાણી પાણી આવી ગયેલ ! પણ આ શરત સાંભળતાં સૌ ઠંડા પડી ગયા! એક બચ્ચે આગળ આવ્યું નહિ. ત્યારે અભયકુમારે કહ્યું કે કેમ ઊભા રહી ગયા? આને, લઈ જાએ આ મોટા સુર્વણ ઢગ મફતમાં, પણ પેલાં ત્રણને ત્યાગ અઘરો લાગે છે કેમ? તે એ ત્યાગ કરવા તૈયાર થાય એ બહાદુર ખરે ને ? તે પછી પેલા ભિખારીએ