________________
૧૫૮
રુફમી રાજાનુ પતન
વાત આ છે કે ધર્મનું મુખ્ય આકર્ષણ ઉભું કરવું હોય તે જાત માટે અને કુટુંબ માટે આ ચિતન્ય જગાડનાર ઉપાયો અને એની ચિંતા રાખવી જ જોઈશે. એમાંની આ એક વસ્તુ છે કે જ્ઞાનીઓએ ભાખેલું પ્રત્યક્ષવતું માનવું જોઈએ. દેવતાઓ અવધિજ્ઞાનથી પ્રત્યક્ષ દેખે છે કે ધર્મના જ પ્રભાવે આ દેવતાઈ ભવ; એટલે એમને ધર્મ તરફ આકર્ષણ સારું થાય છે જ. એથી અહીં કુમાર મહર્ષિના અવધિજ્ઞાન પર આકર્ષાઈને દેવે દેડી આવ્યા, અને પ્રભાવના કરી ! છેડે છેડે મહર્ષિના આઠ કર્મગાંઠ તેડનાર યશસ્વી પરમેષ્ઠી અને દર્શન-જ્ઞાનચારિત્રધર તરીકે ગુણ ગાયા. તેમજ મેટા મેરુ જેવા મહાન વર્ણવી જેની કુક્ષીમાં આવી વસી જન્મ પામ્યા તે માતાને પણ ક્ષણે ક્ષણે વંદનીય જાહેર કરી.
જૈનધર્મ માતપિતાનું કેટલું બધું મહત્વ આંકે છે :- એ આવા આવાં પ્રતિપાદનથી સ્પષ્ટ થાય છે, તેમજ –
માતાપિતાની ય વિશેષતા ક્યાં ઝળકે એ પણ આ પરથી જણાય છે. એમ તે કૂતરા-કૂતરી કે ગધેડા કે ગધેડી ય ક્યાં સંતાનને જન્મ નથી આપતા ? અને
ક્યાં એને ઉછેર નથી કરતા ? પરંતુ સંતાનના આત્માને કઈ વિચાર અને આત્મહિતને કઈ પ્રયત્ન નથી, એ એની પશુગીરીને આભારી છે. માણસને પણ જે એ વિચાર પ્રયત્ન ન હોય તો માનવતા શી ? પણ વાત એ છે કે