________________
અને ઉત્થાન
૧૬૩
ય મને આ અવસ્થાએ રખડતા મૂકે છે ?' ના, આમાંનુ કશું નહિ. ખુશીથી ચારિત્રની સંમતિ આપે છે. કેમ વારુ! કહા શ્રેણિક રાજા જિનના અને જિનવચનના મહાન પૂજારી છે, અને પુત્ર અભયના આત્મહિતના ખાસ પ્રેમી છે.
ભૌતિક માખતા તેા કર્માધીન છે. એમાં આત્મહિત ન ચૂકાય. આત્માનું હિત પુરુષાર્થને આધીન છે, અને એ માટેના તે ખાસ આ મનુષ્ય-ભવ છે. એમાં જ એ ચૂકવા જેવી બીજી મૂર્ખાઇ-મૂઢતા નથી. જે કોઇ એમાં પુરુષાર્થ કરતા હોય એને અનુકૂળ થવું એમાં માનવભવની વિશેષતા સમજ્યાં ગણાય નહિતર તા માનવભવને સામાન્યભવ, સ’જ્ઞાએ પાષવાને ભવ સમજતાં ચિંતામણીરત્નને સામાન્ય કાચના ટૂકડા લેખનાર ભીલની હરોળમાં ઊભા રહેવું પડે. ભગવાનનાં વચન પર મહારાજા શ્રેણિકને અટલ શ્રદ્ધા છે અને ભગવાન કના અટલ Rsિસાખ બતાવે છે, આત્મહિતના પુરુષાર્થના કર્તવ્યનાદ સુણાવે છે.
ઠેઠ એકેન્દ્રિય-નિગેાદપણાથી છૂટી આટલે ઊંચે માનવભવ સુધી આવેલા જીવ બિચારાને જો ભાવના અને પુરુષાથ થી ઊંચે ચઢવાની તૈયારી વાળાને આપણા સ્વાથે, માહુ કે અજ્ઞાનતાથી આરંભ–પરિગ્રહ–વિષયાદિમાં જોડી નીચી ચેનિયામાં સબડતા કરી દેવા જેવી ક્રૂરતા બીજી કઈ હોય ?
શ્રાવકપણાને અને જિનવચન-પ્રતિબદ્ધતાને આચાર મક્કમ રીતે પાળવાનેા રાખ્યા હાય તા • જિનવચન તે જિનવચન’ સમજી એનાથી વિરુદ્ધ ન ખેલાય, કે કોઇના