________________
અને ઉત્સાન વેડફી નાખવાથી મન નિસ્સાર કમજોર બની જાય છે, પછી એ ઉમદા એકધારા ચિંતન શું કરી શકે ?”
આમ બેટી આતુરતા પિષવામાં મન સારૂં ચિંતન ગુમાવે છે, અને આત્માની નિર્બળતાને પિષણ મળે છે. એથી ઉલ્યું,
આતુરતાને રોકવામાં લાભ (૧) સદુવિચારેને અવકાશ મળે છે. (૨) મને બળ વધે છે, (૩) સત્વ વિકસે છે, અને (૪) કેટલાય કર્મબંધનથી બચી જવાય છે.
મફતિયું બિનજરૂરી બાલવામાં તે શું નું શું ય બોલી જવાય! એમાં કોક એવાં ચિકણું કર્મ બંધાઈ ગયા, તે પછી બાર વાગ્યા ? એના વિપાક બાપ રે બાપ કરાવે એવી જ દશા સમજી રાખવી.
બોલવામાં મરીચિની દુર્દશા –
મરીચિનું દષ્ટાન્ત ક્યાં અજાણ્યું છે? કપિલ અભાળિયે એ મળે કે એની સાથે નકામી ચર્ચામાં ચઢયા, એમાં બેલી નાખ્યું કે “ધર્મ તે ત્યાં મુનિઓ પાસે પણ છે, અને અહીં પણ છે. બસ આટલા ઉસૂત્ર ભાષણ પર કેવાકેડી સાગરેપમ–પ્રમાણે સંસાર વધાર્યો. પછી કેટલી દુર્દશા ! કેવા દુખદ ભ! ભવેના ભ.