________________
રમી રાજાનું પતન મારા પિતાના જ હાથે ભવ ભારે કરાય? આ દુઃખમય બનાવાય? વર્તમાનમાં પણ એવા આત્મવીર્યના ઉપગથી જીવને નિઃસત્વ, તામસી, વિહવળ, અસહિષ્ણુ અને પશુવતું બનાવાય ? કેણ હું? ભગવાન મહાવીરદેવને સંતાન ! એ દુનિયાના પામર પ્રાકૃત જનની જેમ જ આત્મવીર્ય વેડફી નાખનારે અને મૂર્ખ હરનારે બનું?
વળી એ પણ મોટી વિવેકની વસ્તુ છે કે (૧૦) ક્ષમાદિ આત્મવીર્ય ઊગી નીકળે -
આત્મવીર્યને ઉપયોગ તે કરવે જ છે તે કષાયથી તથા તાત્કાલિક વિષયસુખ-સન્માનના લાભની કે અલ્પકાલીન કષ્ટ-નિવારણની પરવા કર્યા વિના દીર્ઘકાલીન લાભ અને દુઃખનિવારણ કરાવે એવા ક્ષમાદિ ગુણે કેળવવામાં જ મારું આત્મવીર્ય ખરચું એ બહુ ઊગી નીકળશે ! એ કરવા હંમેશા તૈયાર રહું. ભવસાગર તર છે તે એનાથી જ તરશે. ભગવાન જેવાએ પણ એ જ કર્યું છે. જ્યારે જ્યારે કામ-ક્રોધાદિના પ્રસંગ ઊભા થાય ત્યારે ત્યારે ઝટ સાવધાન થઈ આત્મવીર્ય એ દુર્ગણ પિષવામાં ન જાય એ બરાબર ધ્યાન રાખું, અને પ્રતિપક્ષી ગુણેમાં વીર્યને ફરવું.
(૧૧) વાસના ભૂંસવાના ભાવમાં પુષ્ટ કરાય ?
આ પણ એક મોટી નુકશાની છે કે આત્માનું વીર્ય વિકારોને ઝગમગતા રાખવામાં વપરાય એથી વિકરાળ વાસનાઓ તગડી થાય છે, દઢ થતી જાય છે. વાસનાઓ