________________
અને ઉસ્થાન
૧૪૯
નૃત્ય-ગીત-હાવભાવ ! કે વિનીત આજ્ઞાંકિત વિશાળ દેવ પરિવાર ! આ બધાના ભોગવિલાસ મૂકી અહીં ગંદકીની ખાડમાં શું કામ ઊતરી આવે ? નથી એથી અધિક વિષયસુખ કે એનાં સાધન અહીં મળવાની આશા કે નથી કેઈને બળાત્કાર. પણ કહે, ધર્મભાવિત અંતરાત્માને ધર્મનું મોટું આકર્ષણ છે; તે આવી કુમાર મહર્ષિ જેવી ધર્મવિભૂતિનાં અતુલ પરાક્રમ દેખી દેવેનું ધર્મભાવિત દિલ એમને અહીં ખેંચી લાવે છે. પૂછ–
પ્ર-અમને કેમ એવું ખેંચાણ નહિ થતું હોય ? ઉ –પણ પહેલા એ જોવા જેવું છે કે એવી ધર્મભાવિતતા છે? તે હવે એમ પૂછે કે એ કેમ નહિ ? આટલા બધા સુખી દેવેને એ હેય અને દુઃખની રોજ પોક મુકનારને નહિ? હા, એનું કારણ આ છે
દેવેને ધર્મ–આકર્ષણનું કારણ -
દેવતાઓને અવધિજ્ઞાન હોય છે, તેથી જુએ કે પિને પૂર્વભવમાં કઈ સ્થિતિમાં હતા, એમાં કેવી ધર્મસાધના કરી કે એના પ્રતાપે અહીં સ્વર્ગમાં અવતાર થયો આ જેવાથી એમને લાગે છે કે “સ્વર્ગસુખે એ તે માત્ર ફળ છે, કાર્ય છે. પણ મૂળ કારણભૂત ધર્મ છે. ધર્મ જ આવા સ્વર્ગ–અપવર્ગનાં સુખ દેખાડે છે. તે એવા મહા પ્રભાવી મહાદાતાર ધર્મને કેમ ભૂલાય? કેમ સુખ કરતાં એનું આકર્ષણ ઓછું રખાય? દિવ્ય સુખ મળવા પાછળ