________________
અને ઉત્થાન
જાગ્ર થાય છે, એટલે તે વિકારે ઊઠે છે, અને વિકારે આત્મવીર્ય દ્વારા ખુશમિશાલ સેવા જવાથી એ વાસનાઓ લષ્ટપુષ્ટ થાય એમાં નવાઈ નથી. આ કેટલી માટી કમનસીબી કે વાસનાઓને ભૂંસવા માટે જ ખરચવાનાં આત્મવીર્યવાળા આ ભવમાં એને લષ્ટપુષ્ટ કરવામાં જ આત્મવીર્યને ઉપયોગ કરાય? આવા ઉત્તમ ભવમાં જે એ વાસનાઓને ઘસારે પાડવાનું ન બને, તે પછી મનુષ્ય સિવાયના કયા બીજા ભવમાં એ કામ થઈ શકશે? પવિત્ર સમર્થ જિનશાસનને સહારે મળે છે, ત્યારે જે એ કામ નહિ થાય તે પછી એના અભાવે શી રીતે કરી શકાવાનું? (૧૨) ભવ અને શાસનની કદરથી વિકાર પર સંતાપ
એ તે આ ભવ અને આ શાસનની ઊંચી કદર કરી પ્રસંગે પ્રસંગે ઊઠવા જતા વિકારોની સામે એના પ્રતિપક્ષી ગુણ અને ધર્મમાં આત્મવીર્ય જોયા કરું તે જ એ છૂપી વાસનાઓ પર કુઠારાઘાત લાગે. પામરતાવશ જ્યાં કામક્રોધાદિ વિકાર સેવાઈ જાય ત્યાં પણ ખુશખુશાલી નહિ, કિન્તુ હૈયે પારાવાર દુઃખ થાય કે આ ઉત્તમ માનવક્ષણની અને અદૂભૂત આત્મવીર્યની કેવી રાખ થઈ રહી છે ! જે ખરેખર હૃદયસંતાપ થાય તે પણ વાસનાને એવી પુષ્ટિ ન મળે.” જીવન-સંગ્રામ–
બસ, આવી આવી રીતે જે વારંવાર ભાવના કરતા રહેવાય તે અવસરે અવસરે વિકાર સેવી સેવી વાસનાને