________________
રૂમી રાજાનું પતન સાચા સુખને માગ –
ત્યારે શું જવને સનાતન શાશ્વત કાળ આ પાપમય અને દુઃખમય સ્થિતિ જ રહે છે? ના, મહર્ષિએ એ બતાવ્યું કે સમ્યગ્દર્શન સહિત સમ્યક્યારિત્ર, અહિંસાદિ મહાવતે, ક્ષમાદિસ્વરૂપ દશવિધ યતિધર્મ વગેરે એ જીવને દુઃખના ગર્તામાંથી અને પાપના કૂવામાંથી ઉદ્ધાર કરવા કે સમર્થ છે! જે કારણેએ સંસાર છે એનાથી વિપરીત કારણ સેવતાં સંસારનો અંત, દુઃખને અંતને પાપને અંત કેમ ન આવે? એ બનતાં પહેલાં એ અહિંસાદિધર્મ સંસારમાં ઉચ્ચ પુણ્યના આશીર્વાદ લેવા ઊતારે છે, એવા મહાન પુણ્યદયમાં પણ કરાતા ભવ્ય ત્યાગ, સ્વીકારાતું અણગારપણું અને કરાતું અમૃતમય જિનાગમનું સેવન, તથા બાહા-આત્યંતર તપ એ, જીવ ધારે તે કેટલું સરળ છે ! કેવું અહીં પણ સુખદ છે ! કેવું બીજા ને પણ અભયદાયી અને કલ્યાણકર બને છે ! ઈત્યાદિનું પણ અતિ મનરમ વર્ણન કર્યું.
અવધિજ્ઞાની કુમાર મહર્ષિની આ દિવ્ય વાણી વસી જવા પર કેવાં હૃદયપરિવર્તન અને આત્મપરાક્રમ જાગ્યાં તેને ખ્યાલ આપતાં જ સદ્ગુરુ મહાવીર પરમાત્મા કહે છે
હે ગૌતમ! ઈન્દ્રથી પૂજાતા મહર્ષિને દેખાવ અને ચારે નિકાયના દેવે સહિત મનુની સભાને દેખાવ જતાં અને મહર્ષિની અમૃતવાણીનું શ્રવણ કરતાં, તે હિરણ્યકરટી, નગરીને રાજા અને પરરાજ્યને રાજા બને આ અષ્ટપૂર્વ પ્રસંગ પર પ્રતિબંધ પામી ગયા !