________________
૧૩૨.
રમી રાજાનું પતન. છે, કર્મને પરાધીન નિરાધાર-અશરણ દીન-દુખિયારાપણે ભ્રમણ પર ભ્રમણ કરી રહયો છે ! ભલે કદાચ અજ્ઞાનવશ પૂર્વે એમ બન્યું, પણ હવે અહીં સમજવા મળ્યા પછી એ ગોઝારી કાયા-માયાની આસકિતમાં શા સારૂ તણાવું? જેના સરવાળે મીડું, એમાં તરબળ તલીન થવું એ લેક્સમાં ઝંપલાવવાનું સાહસ કરતી માખીના જેવી મહામૂર્ખાઈ છે ?'
...બસ, આવા આવા વિચારે એ રાજાઓનું મન રાજ્યસંપત્તિ અને આખા સંસાર પરથી ઉઠી ગયું, ઊભગી ગયું, વૈરાગ્ય જવલંત ઝળહળી ઊઠો
કાળ કર્મને અણુભ :
કેણ જાણે ઘડી પછી કાળ કે આવે, એમાં કર્મ કેથળામાંથી બિલાડીની જેમ કેવા બહાર ઉદયમાં આવે ત્યાં પછી મનના મારથ મનમાં જ રહી જાય. માટે, હાથે તે સાથે કર્યું, એ કામ; શુભે શીઘ્રમ્ યતનીયમ, જાગ્યા ત્યારથી સવાર.” એમ કરીને આ બંને રાજા તરત જ ત્યાગી બની ગયા! દીક્ષા લઈ અવધિજ્ઞાની મહર્ષિ પાસે અણગાર બન્યા.
વિશ્વસત્સલ શ્રી મહાવીર પ્રભુ ફરમાવે છે કે –
હે ગૌતમ! એ વખતે આકાશમાં સુંદર ગંભીર ધ્વનિએ દુંદુભિ વગાડી. ભવનપતિ – વ્યંતર-જતિષ્ઠવૈમાનિક એ ચારે નિકાયના દેવતાઓએ ત્યાં આ પ્રમાણે ઉલ્લેષણ કરી કે -