________________
અને ઉત્થાન
૩૧
અહીં જીવનના છેડા સુધી કદાચ પિતાની લીલા દેખાડે. પણ શાંતિ નથી દેખાડતી; તેમજ પરકમાં સાથે તે નથી જ ચાલતી! જ્યારે એથી ઉલટુ, આવા શીલગુણ, શુભ અધ્યવસાય વગેરે અહીં પણ અદ્ભુત શાંતિ દેખાડે છે અને પરલોકમાં સાથે ચાલે છે. તે પણ જીવને મહા ઉન્નત કરતા કરતા ! તે પછી એને છોડી બહારમાં શા માલ દેખવા હતા ?
મહાપુણ્યવંતાનું આલંબન :
વળી આ મહાનુભાવ જ્યારે આટલી શક્તિ આટલે પ્રભાવ ધરાવે છે કે મોટા દે અને ઈદ્ર પણ એમની સેવામાં આવે છે છતાં એમને આ જગતના વૈભવવિલાસ ખપતા નથી, સત્તાઠકુરાઈ જોઈતી નથી ! નહિતર સુભટે
જ્યારે સ્તંભિત થઈ ગયાં, ત્યારે પિતાને વિજયધ્વજ લહેરાવી આ બધાને કબજે કરી મહાન રાજ્યસંપત્તિના અધિપતિ બનવાનું શું કઠિન હતું? પણ એમને એ જે ન ખપ્યું તે અમે કંગાળ હારેલા શક્તિહીન શું જોઈને વિવેકીને ફગાવી દેવા જેવી અસાર તુચ્છ જડસંપત્તિને વળગી બેઠા છીએ?
પૂર્વભવોને કરુણ ઇતિહાસ –
ત્યારે, આ કુમારમહર્ષિએ જે પૂર્વભવેને ઇતિહાસ કહ્યો, એ પણ એ જ સૂચવે છે કે આ જીવ આ સંસારમાં કાયા અને જડ માયાની આંધળી આસક્તિમાં જ ભટકે