________________
અને ઉત્થાન
૧૧૭ હોય તે ઘરનું મને સોંપે, ઘરના નોકરની દેખરેખ હું સંભાળીશ.”
અરે બેન ! તારાથી એટલી મટી જંજાળ શે બને? ઠેઠ સવારના પાંચ વાગ્યાથી રાતના ૧૦-૧૧ વાગ્યા સુધી ખબર રાખવી પડે. એ તારા માટે કષ્ટ ભર્યું છે.' - છકરી કહે છે, “ આપ જરાય ફિકર ન કરે, એમાં કેઈ કષ્ટ નથી. આપ મારું કેટલું બધું કરે છે. તે હું આટલું ન બજાવું ? સારી રીતે હું સંભાળી લઈશ, માત્ર આપ નેકરોને ભલામણ કરી દે.'
બસ, બાપને એટલું જ જોઈતું હતું. તરત દાસદાસીઓને બોલાવીને તાકીદ આપી દીધી કે હવેથી બેન બધું સંભાળવાના છે, માટે દરેકે એમની પાસેથી જરૂરી ચીજવસ્તુ લેવાની, વપરાયાને હિસાબ આપવાનું કામકાજ એમની સૂચનાઓ મુજબ બજાવવાનું, એમાં જે ફેર પડયે છે અને ફરિયાદ આવી છે તે હું દંડ કરીશ.”
બેનને કોઠારો વગેરીની ચાવીઓને ગુડ સેંપા. હવે શું પૂછવું? બેન તે એક મેટા સત્તાધીશ શેઠાણી જેવા બન્યા. ચાવીઓનો ઝુડે કેડે લટકાવી ઠમક ઠમક ચાલે છે! પછી ભલેને વહેલી પ્રભાતે ૪-૫ વાગ્યાથી ઊઠવું પડતું હોય દાસ-દાસીએ બેનને ઊઠાડી એમની પાસેથી ચીજવસ્તુ ભરભલામણ લે છે. તે જ જાળ ઠેઠ રાતે ૧૦-૧૧ વાગ્યા સુધી ચાલે છે ! આખા દિવસની એમ થાકેલી રાતને ઘસઘસાટ ઊંઘી જાય છે. પાછું સવારે ૪ ૫ વાગ્યાથી ચાલુ! આટલું