________________
અને ઉત્થાન
૧૧૩ ઈન્દ્રિય ઠંડગાર બની ગયા પછી એને બાહા ચામડાના રૂપ-સ્પર્શની ભૂખ જ નહિ રહે, ખણજ જ નહિ રહે. શા સારૂ એ રોગ નોતરૂં ? શીલનું મહા આરોગ્ય જ ન ભેગવું?”
આવી ભાવના-વિચારણા અને એને અમલ વારંવાર કરી કરીને મનને શાન્ત, વિવેકસંપન્ન અને ગુણના વિર્યથી ભર્યું બનાવી દેવું જોઈએ. એ બન્યું, પછી શીલપાલનમાં શી મટી વાત હતી ? સહેલું, સરળ, મનગમતું.
કુશીલમાં કેટલું ગુમાવવાનું –
ભૂલતા નહિ કે કુશીલ એટલું ખતરનાક છે કે દિવસરાત એના વિચાર અને ચામડાના રૂપ-સ્પર્શન-વિચાર - ઊભરાવે છે. ત્યાં પછી સારી ભાવના મરી પરવારી! તત્વનું ચિંતન રીસાઈ ગયું! ધર્મક્રિયામાં મન લાગવાનું અલેપ ! શા સારૂ એક આંખ કે ચામડીની ખણજ પાછળ આ ભયંકર નુકશાન વહેરવા ?
યાદ રાખ્યા કરવું જોઈએ કે – જે મનમાં કુશીલ વસ્યું, ત્યાં પરમાત્મા ન વસી શકે. પરમાત્મા અનંત શીલભર્યા છે. એ કુશીલ મનમાં શું આવે?
બસ, કુશીલથી બચવા આ કામ કરે -
(૧) ઈન્દ્રિયેને ડગાર શાંત અને અતિ ધરાયેલી કરી દે. હૈયાની તીવ્ર ઉત્કંઠાથી અને ઈષ્ટ તરીકેના વિચા. રથી આ બની શકશે. મન પછી ઘણું સ્વસ્થ બનશે. એ