________________
અને ઉત્થાન
૭૫
દુબળા પડી જવા છતાં પણ એ લત ચાલુ રાખી, પછી શું એ કામવાસનાના કુસંસ્કાર આત્મામાં દૃઢ ન થયા? સિંહ જેવા ભવમાં વનરાજ બની મહા અભિમાન કરવાના, એવું જ મન્મત્ત હાથીના ભવે એજ કરવાના ખેલ ખેલ્યા હોય, એટલે મદગુમાનનાં કુસંસ્કાર આત્મામાં સહેજે દઢ બન્યા હોય. ત્યારે ખાનપાન, ઇન્દ્રિયવિષયે અને પરિગ્રહની ધૂમ પ્રવૃત્તિઓ ટેડ કીડી કે વનસ્પતિ જેવા ભવમાં કરી હોય; ઠામ ઠામ ભવભવ એની રામાયણ સેવી હોય એના કુસંસ્કારના પોટલાં આત્મામાં પડેલાનું પૂછવું શું?
આત્મા કુસંસ્કારનું સંગ્રહસ્થાન –
હવે વિચારે કે મનુષ્ય અવતારમાં આવ્યા અને જાતને શાણી ડાહી સમજી બેઠા, પણ આત્મા જુગ જુગના રીઢ કરેલા કેવા કેવા કુસંસ્કારનું સંગ્રહસ્થાન છે ! સંગ સામગ્રી, પરિસ્થિતિ, વાતાવરણ યાને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના અનુસારે એ પ્રગટ રૂપે અમુક પ્રમાણમાં દેખાય એ જુદી વાત, બાકી અંદર ખજાનામાં શું બાકી છે? નહિતર સારા આર્યકુળમાં જન્મેલાને ભલે ઉંદર મારવાની કરતા કે રસ નથી. કિંતુ એ જ જીવ તેવી માયા-કૂટ– કપટ કે ટેસથી રાત્રિભેજન આદિ પાપ કરવાના ગે કદાચ બિલાડો થશે, તે કેમ સહજભાવે એ ક્રૂરતા અને રસ રાખે છે? અંદરમાં એના કુસંસ્કાર માણસના અવતારે પણ પડેલા જ હતા, તેવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને ભવના અભાવે એ પ્રગટ નહોતા થતા, એટલું જ આ હિસાબે