________________
અને ઉથાન
:
બોધપાઠ –
આ ઉપરથી આ બધપાઠ લેવાને છે કે નિરંતર આ જાગૃતિ રાખવી કે “મારા આત્મામાં બધી જાતની કુવાસનાઓ ભરી પડી છે. એને જાગવા ન દેવી હાય, ફકત્યમાં ઊતરવા ને બેફામ મહાલવા ન દેવી હોય, તે એને ઉત્તેજિત કરનારાં નિમિત્તથી દૂર રહેવું. કુશીલની વાસના નથી જાગવા દેવી, તે પરસ્ત્રી સામે દૃષ્ટિ નાખવાને પણ પ્રસંગ નહિ બનવા દે. મન પર પાકા બળાત્કાર સાથે એ વૃત્તિને એ લાલચને રેકવી.
પૂર્વકાળે પરિગ્રહ અલ્પ કેમ રાખતા :
પ્રાચીન કાળમાં સુશ્રાવકે અલ્પ પરિગ્રહથી કેમ જીવન જીવતા? સમજતા હતા કે “આરંભ-સમારંભનું મૂળ પરિગ્રહ છે, પરિગ્રહનું નિમિત્ત મળતાં આરંભ–સંમારંભની વાસના જાગ્રત્ થવાની; એના પર આરંભ–સમારંભ અને ષકાયજીના સંહાર કરનારાં જરૂરી બિનજરૂરી કાર્યો ઊભા થવાનાં. માટે નિમિત્તભૂત પરિગ્રહથી આઘા રહો” એકલા આરંભ–સમારંભના જ શું બીજા પણ લાલસા, લંપટતા, વિષયગૃદ્ધિ, અભિમાન, પ્રપંચ વગેરે કેટલાક પાપની બલા પરિગ્રહના ઉપર વળગે છે ? એના છૂપા કુસંસ્કારો પરિગ્રહનું નિમિત્ત મળતા જાગ્રતા થઈ જાય છે. માટે એનાથી બચવું હોય તે નિમિત્તભૂત પરિગ્રહથી જ દૂર રહેવું.