________________
રુમી રાજાનું પતન
ધીરતા કયાં ~
विकारहेतौ सति विक्रियन्ते
येतांसि येषां न, त एव धीरा!" –અર્થાત્ કાળ-ક્રોધાદિ-રાગાદિ વિકારના કારણ મજુદ હોય અને ચિત્તમાં વિકાસ ન જાગે એ જ માણસે. ધીર છે, પરાક્રમી છે.
પણ આ પરથી નિરાશ થવાની ને માંડવાળ કરવાની જરૂર નથી કે ત્યારે આપણું શું ગજું કે કામ ક્રોધાદિ વિકાસનાં નિમિત્ત મળે ત્યાં વિકાસથી બચી શકીએ? ના, જે એવી માંડવાળ કરીને છેટાં નિમિત્તે વધાવ્યું ગયા, ને આવી પડેલા નિમિત્તને વશ થયે જ ગયા, અને વિકાર સેન્ચે જ ગયા, તે તે કઈ દી' ઉદ્ધાર જ નહિ થાય; ને વિકારે શમાવવા એને અંકુશમાં લેવા માટે મળેલું આ ખાસ જીવન એળે જશે. આપણે જે સતત. શુભ ભાવના રાખીએ કે,
વિકારથી બચવાની જવલંત ભાવના - (૧) જગતનું બધું ક્યાં જોવા જઈએ છીએ?—
માની લઉં કે સામે એવાં નિમિત્ત ઊભાં થયાં છે, છતાં આ કામ, ક્રોધ વગેરે ચંડાળાથી મારા પવિત્ર મનને અભડાવવાની કઈ જરૂર નથી. બાહ્ય જગતના ભાવે અને પ્રસંગે તે કઈ બન્યા કરે છે. એ બધા જે મારી