________________
રુકમી રાજાનું પતન ખબર કે આધ્યાત્મિક શકિત શું કામ કરે છે!
શીલવાન પુરુષને દેવતાઓ વશ થઈ જાય છે ! વગર બોલાવ્યે આવી દેવતા દાસની જેમ આદેશ માગે છે, શીલવાનને જયજયકાર વર્તાવે છે!
આજના કાળે કેમ કેઈ દેવતા દેખાતા નથી? એવી કઈ શંકાકુશંકા કરવા જેવી નથી. મન-વચન-કાયાથી ત્રિકરણશુદ્ધ શીલના ખપી બનવાની જરૂર છે. આજે દેવતાએ આપણી તેવી શુદ્ધિ ન દેખતા હોય, ભય કે પ્રલેભનમાં અણીશુદ્ધ ટકવાનું તેવું આપણું સત્વ એમને ન દેખાતું હોય, તે આજ હાજરાહજુર ન થાય. અગર તેવી આવશ્યક્તા કે ગ્યતા ન જણાતી હોય તે ય હાજર ન થાય. એટલા માત્રથી કાંઈ શંકા કરવાની જરૂર નહિ.
શીલ પાલન શા માટે?
આપણે દેવતાને હાજર કરવા માટે શીલપાલન કર વાનું નથી. રાજકુમારે એવી કોઈ અપેક્ષા રાખી નહોતી. એને તે માનવજીવન જ ત્રિકરણશુદ્ધ શીલ માટે લાગતું હતું. એનું પાલન થઈ ગયું એટલે જીવનની સફળતા થઈ, એમ એનું સચોટ માનવું હતું. તપાસે, જીવીએ છીએ તે કેવું? “શીલપાલનથી સુશોભિત જ જીવવાનું નહિતર તે કુશીલભર્યું જીવવા કરતાં મરવું સારૂં” એ મત કુમારને હતે. એટલે તે શીલપાલનમાં એ ખૂબ ખબરદાર હતે. બાકી દેવ તે કુમારની લેશમાત્ર ધારણ વિના એમજ આકર્ષાઈ હાજર થયેલ છે. એટલે આપણું કર્તવ્ય શું એ