________________
અને ઉત્થાન
કરાવવી પડે કે બીજા કરતા હોય એમાં સંમતિ ન દેવી પડે, એવું જીવન ક્યારે બનાવું!”
જીવનનું ઉત્થાન સાચી મૈત્રી પર અને જે જીવ– દયા અને જીવ-ક્ષમાપના પર પ્રગટ થાય છે, પણ નહિ કે પિતાનાથી કરાતી હિંસાના ખેદ–ક્ષમાપના વિનાની લુખ્ખી “સૌનું ભલું થાઓ, સૌ સુખી થાઓ એવી મૈત્રી ભાવના પ૨. પેલે રાજકુમાર આ દયા અને હિંસાના ભાવ ઉપર આગળ વધી રહ્યો છે.
તુચ્છ ક્ષણિક ઈન્દ્રિય સુખની પાછળ આંધળી દેટમાં આ જીવદયાને વિચાર આવતું નથી, એ વાત થઈ.
(૨) જડ પદાર્થોના મમત્વને વિચાર -
એવી બીજી વાત લક્ષમી વગેરે જડ પદાર્થોના લાભ મમત્વ ખાતર પણ જીવદયા કેરાણે મૂકી ભરપૂર જીવ-હિંસાના આરંભ સમારંભ કરે છે એ છે. ત્યાં એ જોતું નથી કે આ જેની ખાતરી કરું છું એ જડ પદાર્થોમાંને એક પણ મૃત્યુને રોકનાર નથી કે મૃત્યુ પછી સાથે ચાલનાર નથી. અરે! મૃત્યુ તે પછી, પણ તેવા રેગ અકસ્માત થાય, ત્યાં પણ લક્ષ્મી અને વાડી બંગલા એક બાજુ ઊભા રહે છે, અને વેદના જીવને એકલાને જાલિમ ભેગવવી પડે છે. એમાંનું કાંઈ પણ જીવના દુઃખને ઓછું કરે? ના,
તે વેદનામાં જે સંપત્તિ ન બચાવે, ઘડપણને ન રેકે, મૃત્યુને જે ન અટકાવે, તેમ